નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ ગણાતી આઈપીએલની 19મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આઈપીએલ 2026ની પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 28 માર્ચે રમાશે. આઈપીએલમાં સૌથી વધુ 4 ફટકારનારા ખેલાડીઓમાં વિરાટ કોહલી મોખરે છે.
આ છે IPLમાં સૌથી વધુ 4 ફટકારનારા Top-10 ખેલાડી
વિરાટ કોહલીઃ કિંગ કોહલી આઈપીએલમાં સૌથી વધુ ફોર ફટકારવામાં નંબર 1 પર છે. તેણે 267 મેચમાં 771 ચોગ્ગા ફટકાર્યા છે. ઉપરાંત 291 સિક્સ પણ મારી છે.
શિખર ધવનઃ ગબ્બર તરીકે ઓળખાતો શિખર ધવન આઈપીએલમાં સૌથી વધુ 4 ફટકારવામાં બીજા ક્રમે છે. તેણે 222 મેચમાં 768 ચોગ્ગા માર્યા છે. તેની અને કોહલી વચ્ચે સૌથી વધુ ચોગ્ગા મારવામાં હરિફાઈ ચાલી રહી હોય તેમ લાગે છે.
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તેણે 184 મેચમાં 663 ફોર ફટકારી છે. ઉપરાંત 236 છગ્ગા પણ માર્યા છે.
રોહિત શર્માઃ ભારતને 2024નો ટી20 વર્લ્ડ કર જીતાડનારો કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ 4 ફટકારવામાં ચોથા ક્રમે છે. તેણે 272 મેચમાં 640 ચોગ્ગા માર્યા છે. ઉપરાંત 302 સિક્સ પણ ફટકારી છે.

અજિંક્ય રહાણેઃ આઈપીએલમાં સૌથી વધુ 4 મારવામાં અજિંક્ય રહાણે પાંચમા ક્રમે છે. તેણે 198 મેચમાં 514 ફોર મારી છે.
સુરેશ રૈનાઃ તે આ લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. તેણે 205 મેચમાં 506 ચોગ્ગા માર્યા છે.
ગૌતમ ગંભીરઃ ટીમ ઈન્ડિયાનો વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર આઈપીએલમાં સૌથી વધુ 4 મારાનારા ખેલાડીઓની યાદીમાં 7માં ક્રમે છે. તેણે 154 મેચમાં 492 ફોર મારી છે.

રોબિન ઉથપ્પાઃ તે આ લિસ્ટમાં આઠમા ક્રમે છે. ઉથપ્પાએ 205 મેચમાં 481 ફોર મૈરી છે.
દિનેશ કાર્તિકઃ વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક આઈપીએલમાં સૌથી વધુ 4 ફટકારવામાં 9માં ક્રમે છે. તેણે 257 મેચમાં 466 ચોગ્ગા માર્યા છે.
સૂર્યકુમાર યાદવઃ ટીમ ઈન્ડિયાને 2026નો ટી20 વર્લ્ડ કપ જીતાડનારો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા મારવામાં 10માં ક્રમે છે. તેણે 166 મેચમાં 454 ચોગ્ગા માર્યા છે.
