મુંબઈ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ ભીષણ બનવાની શક્યતા છે, જેની સીધી અસર વૈશ્વિક વેપાર પર પડી રહી છે. વિશ્વભરના શેએબજારમાં સતત મોટો કડાકો નોંધાઈ રહ્યો છે. આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ, 1,018 પોઈન્ટના ઘટાડા સાથે 72,565 પર ખુલ્યો, નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 269 પોઈન્ટના ઘટાડા સાથે 22,549 પર ખુલ્યો.
આજે સેન્સેક્સની તમામ 30 કંપનીઓના શેર ઘટાડા સથે લાલ સિગ્નલમાં ખુલ્યા. નિફ્ટીની-50ની બે કંપનીઓ સિવાય તમામ 48 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોમાં ઘટાડો:
આજે સોમવારે સેન્સેક્સ પર શરૂઆતના કારોબારમાં એટરનલ સૌથી વધુ 2.96 ટકાના ઘટાડા સાથે ખુલ્યા, એક્સિસ બેંકના શેરમાં 2.69 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 2.08 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં 2.05 ટકા, HDFC બેંકના શેરમાં 2.00 ટકા, ભારતી એરટેલના શેરમાં 1.95 ટકા, બજાજ ફાઇનાન્સના શેરમાં 1.82 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.81 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 1.65 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 1.64 ટકા, L&Tના શેરમાં 1.63 ટકા, ઇન્ફોસિસના શેરમાં 1.55 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 1.50 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 1.36 ટકા, ઇન્ડિગોના શેરમાં 1.35 ટકા, ICICI બેંકના શેરમાં 1.26 ટકા, ટ્રેન્ટના શેરમાં 1.25 ટકા, ટાઇટનના શેરમાં 1.22 ટકા, TCSના શેરમાં 1.03 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.99 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 0.96 ટકા, HCL ટેક ના શેરમાં 0.95 ટકા, ITCના શેરમાં 0.85 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.81 ટકા, સન ફાર્માના શેરમાં 0.75 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.57 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 0.56 ટકા, પાવર ગ્રીડના શેરમાં 0.47 ટકા, BELના શેરમાં 0.43 ટકા અને NTPCના શેરમાં 0.11 ટકાનો ઘટાડો નોંધાયો.
નોંધનીય છે કે ગત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે પણ ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1690.23 પોઈન્ટ (2.25%)ના ઘટાડા સાથે 73,583.22 પર બંધ થયો હતો, અને નિફ્ટી 486.85 પોઈન્ટ (2.09%)ના ઘટાડા સાથે 22,819.60 પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારો પર નજર:
આજે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી, જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 3.97%નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 3.9%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાનાં કોસ્પી 5% થી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 3.97%નો ઘટાડો નોંધાયો.
યુએસ બજારો શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 793.47 પોઈન્ટ(1.73%)ના ઘટાડા સાથે 45,166.64 પર બંધ થયો, જ્યારે S&P-500 108.31 પોઈન્ટ(1.67%)ના ઘટાડા સાથે 6,368.85 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 459.72 પોઈન્ટ (2.15%)ના ઘટાડા સાથે 20,948.36 પર બંધ થયો.