Fifa World Cup 2026: 3 વિવિધ દેશમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપ 2026માં વિશ્વની વર્તમાન સર્વશ્રેષ્ઠ 48 ટીમો ખિતાબ જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ ભારત વિશ્વમાં ફૂટબોલ રેન્કિંગમાં 138માં ક્રમે છે, જ્યારે એશિયામાં 26માં ક્રમે છે. એશિયા કપ અને આગામી ફિફા વર્લ્ડ કપ 2030ના ક્વોલિફાયરના બીજા તબક્કામાં સીધા પ્રવેશ માટે ભારતે ટૉપ-26માં સ્થાન જાળવી રાખવું પડશે. હાલ ફિફા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ નથી પરંતુ 4 ભારતીયો અલગ અલગ ટીમમાં ધૂમ મચાવી રહ્યા છે.
સરપ્રીત સિંહ (ન્યૂ ઝીલેન્ડ): કિવી ટીમના આક્રમક મિડફિલ્ડર તરીકે રમતાં સરપ્રીત સિંહના મૂળ જાલંધર સાથે જોડાયેલા છે. તેનો જન્મ ઑકલેન્ડમાં થયો હતો અને બાયર્ન મ્યૂનિખ સાથે કરિયર શરૂ કરી હતી. જર્મન ફૂટબોલ દિગ્ગજ બાયર્ન મ્યુનિખે પ્રતિભા જોઈને તેની ક્લબમાં સામેલ કર્યો ત્યારે ચર્ચામાં આવ્યો હતો. સરપ્રીતે ખૂબ નાની ઉંમરે ન્યૂ ઝીલેન્ડની યુવા ટીમમાં સ્થાન બનાવ્યું હતું. 2018માં તેણે સીનિયર નેશનલ ટીમ સાથે ડેબ્યૂ કર્યું. તાજેતરમાં જ જૂન 2026માં ઈંગ્લેન્ડ સામે ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચમાં તે ન્યૂ ઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હતો.
તહસીન મોહમ્મદ જમશેદઃ તહસીન જમશેદની મૂળ કેરળ સાથે જોડાયેલા છે. માત્ર 19 વર્ષની વયે તહસીને કતારની ફિફા વર્લ્ડ કપ 2020ની મેઈન સ્કવોડમાં સામેલ કરાયો હતો. જે ઐતિહાસિક વાત છે. ફ્રાન્સના વિકાસ ધોરાસુ બાદ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવનારો વધુ એક ખેલાડી બન્યો હતો. જમશેદમાં પિતા પૂર્વ ફૂટબૉલર રહી ચુક્યા છે અને 1996માં દોહા સ્થાયી થયા હતા. તહસીન કતારની જાણીતી એસ્પાયર એકેડમીનો પ્રોડક્ટ છે અને વર્તમાનમાં કતાર સ્ટાર્સ લીગની ટૉપ ક્લબ અલ દુહૈલ તરફથી રમે છે.
નિશાન વેલુપિલ્લેઃ ફિફા વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની ટીમનો હિસ્સો રહેલા વેલુપિલ્લેના મૂળ તમિલનાડુ સાથે જોડાયેલા છે. મેલબર્નમાં જન્મેલા નિશાને ઓક્ટોબર 2024માં ચીન સામે ઑસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે મેદાન પર ઉતર્યાની 7 જ મિનિટમાં ગોલ કર્યો હતો. તે ઑસ્ટ્રેલિયાની વિક્ટ્રી કલબ તરફથી રમે છે. વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર મુકાબલામાં તેણે ઑસ્ટ્રેલિયા તરફથી સતત શાનદાર પ્રદર્શન કર્યું અને ચીન તથા ઈન્ડોનેશિયા જેવી ટીમો સામે મહત્વના ગોલ કર્યા હતા.
સેમ્યુઅલ મુતુસામીઃ ડીઆર કાંગોની ટીમના સભ્ય સેમ્યુઅલ મુતુસામી એન્ગલો ઈન્ડિયન છે અને પોતાના દેશ તરફથી ડિફેન્ડર તરીકે રમે છે. ભારતમાં તેના મૂળ તમિલનાડુ સાથે જોડાયેલા છે. ફ્રાન્સમાં જન્મેલા સેમ્યુઅલ કાંગો રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તેની પાસે યુરોપની ટૉપ ટિયર લીગ્સનો લાંબો અનુભવ છે. તેઓ લાંબા સમય સુધી ફ્રાન્સની જાણીતી ક્લબ એફસી નાંત તરફથી રમી ચુક્યા છે. વર્તમાનમાં સેમ્યુઅલ ગ્રીક સુપર લીગની ક્લબ એટ્રોમિટોસ તરફથી રમી રહ્યા છે. તેઓ તેમની નેશનલ ટીમ ડીઆર કાંગોના મિડફીલ્ડરની સૌથી મજબૂત કડી પૈકીના એક છે અને સતત મેચમાં 90 મિનિટ સુધી મેદાન પર મજબૂતી આપે છે.