ચીનની સિનોગે્રઈને આયાતી 4.61 લાખ ટન સોયાબીનનું વેચાણ કર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 101 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 51 રિંગિટ ઘટી આવ્યા હતા. જોકે, વૈશ્વિક નરમાઈતરફી અહેવાલ હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં ખાસ કરીને આયાતી તેલમાં ફરતા માલની ખેંચ અને હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે ખપપૂરતી માગ રહેતાં આયાતી તેલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. પાંચનો ઘટાડો અને સન રિફાઈન્ડમાં રૂ. 15નો સુધારો આવ્યો હતો, જ્યારે સોયા રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ દેશી તેલના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.
દરમિયાન આજે ચીનની કંપની સિનોગે્રઈને આયાતી 4.61 લાખ ટન સોયાબીનનું વેચાણ ટનદીઠ સરેરાશ 4023 યુઆનના ભાવથી વેચાણ કર્યું હોવાની બજાર વર્તુળોમાં ચર્ચા હતી.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના મેંગ્લોરથી ડિલિવરી શરતે આસરબીડી પામોલિનના રૂ. 1470 અને સન રિફાઈન્ડના રૂ. 1760, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1490, ઈમામીના સપ્ટેમ્બર અને ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1470, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1470, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1461 અને સોયા રિફાઈન્ડના રૂ. 1471 તથા ગોકુલ એગ્રોનાં આરબીડી પામોલિનના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1470 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વેપારો છૂટાછવાયા રહ્યા હતા.
આજે ગોંડલ મથકે મગફળીની 1000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1550માં અને રાજકોટ મથકે 700 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1150થી 1575માં થયા હતા, જ્યારે હાજરમાં મથકો પર 10 કિલોદીઠ સિંગતેલના ભાવ રૂ. 1725, વૉશ્ડ કૉટનના રૂ. 1640થી 1645 અને કોટન રિફાઈન્ડના રૂ. 1680થી 1685ના મથાળે રહ્યા હતા, જ્યારે રાજકોટ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2730માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1725માં થયાના અહેવાલ હતા.
આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1490, સોયા રિફાઈન્ડના રૂ. 1495, સન રિફાઈન્ડના રૂ. 1765, સિંગતેલના રૂ. 1760, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1695 અને સરસવના રૂ. 1775ના મથાળે રહ્યા હતા.