મુંબઈઃ પોતાના બેબાક અંદાજ અને વિવાદીત નિવેદનોને કારણે જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. રાખીએની દબંગ છાપના ડંકા છેક પાડોશી દેશ પાકિસ્તાન સુધી પડઘાયા છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે પોતાની અભિનય કારકિર્દીની સાથે હવે સંગીતની દુનિયામાં પણ એન્ટ્રી કરી લીધી છે. હાનિયાએ તેનું પ્રથમ ગીત 'પાબ્લો' (Pablo) રિલીઝ કર્યું છે, જેમાં તેણે રેપ ફોર્મેટમાં પોતાનો કંઠ આપ્યો છે, જોકે આ ગીત રિલીઝ થયા બાદ ચર્ચાનું કેન્દ્ર હાનિયાને બદલે બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત બની ગઈ છે. આ પણ એક મોટો વિરોધાભાસ ફેન્સ નોટિસ કરી રહ્યા છે.
આ ગીતના અંતે રાખીની હાજરીએ આ રિલીઝને સરહદ પારના એક અનોખા સહયોગમાં ફેરવી દીધું છે. એવી ચર્ચા છે કે, રાખી સાવંતે હાનિયાના રેપ ડેબ્યૂની તમામ લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી છે; ચાહકો અભિનેત્રી પર પ્રશંસાનો વરસાદ કરી રહ્યા છે અને ઘણા લોકો તો રાખીને હવે 'લોર્ડ રાખી' તરીકે સંબોધી રહ્યા છે. આમ રાખીએ બીજાના ગીત પર પોતાની પાઈયોનીયર છાપ ઊભી કરી દીધી છે. 'પાબ્લો' (Pablo) ગુરુવાર, તા.10 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું હતું. આ ગીત સાથે હાનિયા આમિરે રેપર તરીકે ડેબ્યૂ કર્યું છે. ખાસ વાત એ છે કે, માત્ર આ ગીતને પોતાનો અવાજ જ નથી આપ્યો, પરંતુ તેના ગીતના શબ્દો લખવામાં અને સંગીત તૈયાર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મ્યુઝિક વીડિયોમાં હાનિયા ગીતની રીધમ સાથે પર્ફોર્મ કરી રહી હતી અને પોતાની નવી શૈલીથી ચાહકોને મંત્રમુગ્ધ કરી રહી છે. આ ગીતની શરૂઆતમાં અને મોટા ભાગના હિસ્સામાં હાનિયા છવાયેલી ગઈ છે, જ્યારે અંતિમ ભાગમાં રાખી સાવંતનો અવાજ સંભળાય છે, આ સાંભળીને ફેન્સ ચોંકી ગયા હતા. વીડિયોમાં પણ જોવા મળે છે. આ ચોક્કસ હિસ્સો જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.
લોકપ્રિય અભિનેત્રી છે
હાનિયા આમિર પાકિસ્તાનની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને તેણે વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. હવે, તેણે ‘પબાલો’ (Pabalo) સાથે પોતાની સંગીતની કારકિર્દીમાં એક નવું પાસું ઉમેરી રહી છે. ગાયિકા અને રેપર તરીકેનો તેનો આ પ્રથમ પ્રયાસ કેવો રહેશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. પણ મુદ્દો રાખીનો છે ત્યાં સુધી ગીત પણ ચર્ચામાં છે. રાખી સાવંતે પણ આ ખાસ કોલાબોરેશન અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની ઘણી પ્રતિક્રિયાઓ રીપોસ્ટ કરી હતી. આ ઉપરાંત, રાખીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે કોઈ કાર્યક્રમ માટે તૈયાર થતી વખતે હાનિયાના ગીત પર થિરકતી જોવા મળી હતી.
ફેન્સને ગમી રહ્યો છે અંદાજ
રાખીના ફેન્સને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો. બે કલાકારો વચ્ચેનો આ સહયોગ વિશેષ માનવામાં આવે છે કારણ કે તે સરહદ પારના સંગીત-સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે રિલીઝ થયાના તરત જ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 'પાબ્લો' ના રિલીઝ પછી, ફેન્સે સોશિયલ મીડિયા પર હાનિયાના સંગીતમય પદાર્પણ પર ઉત્સાહપૂર્ણ પ્રતિક્રિયાઓ શેર કરી. ઘણા યુજર્સે ગીતની પ્રશંસા કરી અને ટિપ્પણી કરી, હાનિયા અને રાખી બંને માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. એક યુઝરે આ ગીતને "ધમાકેદાર" ગણાવ્યું, જ્યારે બીજાએ તેને ખૂબ જ હૃદયસ્પર્શી ગણાવ્યું. રાખીના દેખાવ પર પ્રતિક્રિયા આપીને તેણીને "ભગવાન રાખી" કહી. બસ ચર્ચાનો મુદ્દો અહિયાથી શરૂ થયો છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ બોક્સ ધીમે ધીમે ફૂલ થઈ રહ્યું છે.
રાખીએ પણ વખાણ કર્યા
આ ગીતના અંતિમ ભાગમાં, રાખી સાવંત હાનિયાના વખાણ કરે છે અને તેને લોકોની ટીકાની ચિંતા ન કરવાની સલાહ આપે છે. પોતાની આગવી અને બેબાક શૈલીમાં હાનિયાનો ઉત્સાહ વધારતા, રાખી તેને કહે છે કે ડરવાની કોઈ જરૂર નથી અને સતત આગળ વધતા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. હાનિયાના સૌંદર્યના વખાણ કરવાની સાથે, રાખી તેને 'શેરની' (સિંહણ) તરીકે પણ સંબોધે છે. તેનો સમગ્ર સંદેશ પ્રેરણાદાયી છે, જેમાં ટીકાઓથી વિચલિત ન થવા અને મુશ્કેલ પરિસ્થિતિઓનો હિંમતભેર સામનો કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. રાખીની આ જ ઊર્જા ગીતના સમાપનને સમગ્ર ગીતના અન્ય ભાગો કરતાં તદ્દન અલગ અને વિશેષ બનાવે છે.