મુંબઈઃ અક્ષય કુમારની આવનારી નવી ફિલ્મ 'હૈવાન' સેન્સરબોર્ડમાંથી પાસ થઈ ચૂકી છે. સેન્સર બોર્ડમાંથી આ ફિલ્મને સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. આ સાથે આ ફિલ્મનો રનટાઈમ કેટલો રહેશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વિલનનો રોલ પ્લે કરી રહ્યો છે. જ્યારે સૈફઅલી ખાન હિરો તરીકે છે. આ ફિલ્મને UA+16 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, આનો અર્થ એ થયો કે, આ ફિલ્મ દરેક ઉંમરના લોકો માટે છે. પણ 16 વર્ષથી નીચેના લોકો માટે નથી.
સાઉથની ફિલ્મની રીમેક
છતા આ ફિલ્મ એ વર્ગના લોકોને જોવી હશે તો માતા-પિતાનું ગાઈડન્સ અનિવાર્ય છે. ફિલ્મનો રનટાઈમ 164.07 મિનિટનો છે. 2 કલાક અને 44મિનિટની ફિલ્મ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ મોટાભાગે કોમેડી ફિલ્મ તૈયાર કરનાર પ્રિયદર્શને તૈયાર કરી છે. 8 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પાસ થઈ અને 11 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. એક લાંબા સમય બાદ સૈફઅલી ખાન અને અક્ષય કુમાર એક મોટા પ્રોજેક્ટ પર ભેગા થયા હતા. હવે આ ફિલ્મ કેટલું ઑપનિંગ ક્લેક્શન કરે છે એના પર સૌની નજર છે. અક્ષય અને સૈફ બન્ને બોલિવૂડના મોટા સ્ટાર છે. 18 વર્ષ પછી તેઓ સ્ક્રિન શૅર કરી રહ્યા છે. છેલ્લે બન્નેની ફિલ્મ 'ટશન' આવી હતી. જેમાં કરીના કપૂર પણ લીડ રોલમાં હતી. જે આજે સૈફની પત્ની છે. આ ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. 'હૈવાન' પ્રિયદર્શનની જ મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ'ની હિન્દી રીમેક છે. ઓપ્પમ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મોહનલાલ અને સમુથિરકાની જોવા મળ્યા હતા. આ ફિલ્મની સીધી ટક્કર હાલમાં ચાલી રહેલી ફિલ્મ 'મિર્ઝાપુર' સાથે થવાની છે.

નવા અંદાજમાં જોવા મળશે સૈફ
'મિર્ઝાપુર' 4 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં આવી હતી. આ ફિલ્મે સારી એવી કમાણી કરી દીધી છે. ત્રણ દિવસનું ટોટલ ક્લેક્શન 90 કરોડ આસપાસ પહોંચ્યું છે. ફાયરિંગ, રિલેશનશીપ કેમેસ્ટ્રી અને રીવેન્જ દર્શાવતી ફિલ્મ વેબ સિરીઝ 'મિર્ઝાપુર' કરતા ઘણી રીતે અલગ પડે છે. હવે જોવાનું એ છે કે, 'હૈવાન' કમાણી મામલે 'મિર્ઝાપુર'ને ઑવરટેક કરે છે કે, એવરેજ ક્લેક્શન કરીને બેસી રહે છે. એક વાત એવી પણ છે કે, આ ફિલ્મથી સૈફ ફરીએકવાર ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ થઈ રહ્યો છે. એક લાંબા બ્રેક બાદ સૈફ નવા અંદાડજ જોવા મળશે. સૈફનો એક નવો ફેસ આ ફિલ્મમાં જોવા મળશે. સૈફ પાસે આ પછી પણ બોલિવૂડના કેટલાક પ્રોજેક્ટ હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે, ફિલ્મ રિલીઝની તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.