Wed Jul 01 2026

Logo

ગુજરાતમાં 400 વર્ષ પહેલાં આવ્યું હતું તમાકુ, આજે છે દેશમાં ઉત્પાદનમાં નંબર-1

2026-02-15 13:25:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં 400 વર્ષ પહેલાં તમાકુનો છોડ લાવવામાં આવ્યો હતો. 1605માં  ખેડા, મહેસાણા જિલ્લામાં પોર્ટુગીઝોના સમયમાં તમાકુનના છોજનું આગમન થયું હતું. અગાઉના સમયમાં તેનો ઉપયોગ જંતુનાશક દવા સહિત અનેક રીતે થયો હતો. આજે દેશમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત નંબર-1 છે. રાજ્યમાં 1 કરોડથી વધુ બંધાણીઓ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં તમાકુના ઉત્પાદનમાં 18 ટકાનો વધારો થયો છે.

તમાકુનું દેશમાં 40 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં

ખરીફ અને રવી એટલે કે ચોમાસું અને શિયાળ બંને ઋતુમાં ઉગતા તમાકુનું વાવેતર રાજ્યમાં વધી રહ્યું છે. 2020-21માં રાજ્યમાં 3.96 લાખ ટન સામે 2024-25માં 4.67 લાખ ઉત્પાદન થયું હતું. આ વર્ષે પણ ઉત્પાદન વધવાની શક્યતા છે. દેશમાં આશરે 40 ટકા જેટલું તમાકુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

રાજ્યમાં દોઢ કરોડ લોકો તમાકુના બંધાણી

ગુજરાતમાં 2022ની રવી ઋતુમાં 1.38 લાખ હેક્ટરમાં તમાકુનો પાક લેવાયો હતો, ચાલુ વર્ષે તે 1.76  લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બીજ રોપાયા છે. દર વર્ષે તેનું વાવેતર વધી રહ્યું છે. ચાલુ વર્ષે આ વધારો નોર્મલ ત્રિવાર્ષિક સરેરાશ વાવેતરથી 18 ટકાનો છે. ગુજરાતમાં તમાકુના પોક ખાવા માટે નહીં ઔષધીય પાક તરીકે વાવવામાં આવે છે. રાજ્યમાં એકથી દોઢ કરોડ લોકો તેના બંધાણી છે.  છુટકામાં તમાકુના પાંદડા 100 ગ્રામના રૂ. 50 લેખે વેચાય છે. આ કુદરતી ઝેરમાં અસંખ્ય અને અતિ ઘાતક ઝેર ઉમેરીને તેને વિવિધ બ્રાંડ સાથે વેચવામાં આવે છે. 

કેન્સર સહિતના અનેક થાય છે રોગ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના છેલ્લા ઉપલબ્ધ 2019-20 રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં 41 ટકા પુરુષો અને 8.7 ટકા મહિલાઓમાં તમાકુનું વ્યસન છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ભારતમાં અંદાજે 27 કરોડથી વધુ લોકો તમાકુના વ્યસની છે. તમાકુથી કેન્સર જ નહીં અનેક રોગ થતા હોવાનું તથા વિશ્વમાં વર્ષે 70 લાકના મોત થતા હોવાનું સામે આવ્યું છે.

 તમાકુના છોડની ગૌણ ઉપજમાં તેમાંથી નીકળતું મુખ્ય બી છે, જેમાં આશરે  35 ટકા તેલ હોય છે. મુખ્યત્વે આંધ્રપ્રદેશમાં વાર્ષિક 3000 ટન તેલનું ઉત્પાદન થાય છે. જેનો ઉપયોગ રંગ અને સાબુ બનાવવામાં કરવામાં આવે છે.