Mon Oct 05 2026

Logo

રાજકોટમાં રૂ.3 કરોડના દારૂ પર તંત્રનું બુલડોઝર, દારૂના જથ્થાનો સોખડા ગામે નાશ કરાયો

2026-09-29 13:49:00
Author: Mumbai Samachar Team
રાજકોટમાં રૂ.3 કરોડના દારૂ પર તંત્રનું બુલડોઝર, દારૂના જથ્થાનો સોખડા ગામે નાશ કરાયો

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામેની કાર્યવાહીમાં જપ્ત કરાયેલા દારૂના મોટા જથ્થાનો આજે (મંગળવારે) નાશ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા આશરે રૂ.3 કરોડની કિંમતના દારૂના જથ્થાને સોખડા ગામ ખાતે આવેલા મેદાનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા દારૂના જથ્થાને સોખડા ગામના મેદાન ખાતે એકત્ર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બુલડોઝર દ્વારા દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ અંગે DCP રાકેશભાઈ દેસાઈએ કાર્યવાહી અંગે માહિતી આપી હતી.