Fri May 01 2026

Logo

સિમેન્ટ, ક્નઝ્યુમર ગૂડસના ખેલાડીઓની પેટ્રોકેમિકલ ઉત્પાદનોમાં ડ્યૂટી કપાતની અપેક્ષા

2026-04-04 19:58:22
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ વચ્ચે વધતા ઉત્પાદન અને વધતા પેકેજિંગ ખર્ચના પડકારોને ધ્યાનમાં લેતા સિમેન્ટથી લઈને ક્નઝ્યુમર ગૂડ્સ સુધીના ઉદ્યોગો, ઉત્પાદકો અને ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રોને ખૂબ જ જરૂરી રાહત આપવા માટે પેટ્રોકેમિકલલ્સ ઉત્પાદનોની ડ્યૂટીમાં સરકાર કાપ મૂકેતેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે પેટ્રોકેમિકલ્સ પ્લાસ્ટિક્સ માટે મહત્ત્વનો કાચો માલ છે અને તેની કિંમતમાં ઘટાડાથી એફએમસીજી, રિટેલ અને ક્નઝ્યુમર ગૂડ્સ જેવાં ક્ષેત્રો માટે પેકેજિંગ સામગ્રીઓ સસ્તી થઈ શકે છે. આ ઉપરાંત આ અન્ય ક્ષેત્રો ઉપરાંત પ્લાસ્ટિક, રેઝિન અને સિન્થેટિક સામગ્રીમાં ભાવઘટાડો થવાથી સિમેન્ટ જેવાં ઉદ્યોગની સપ્લાય ચેઈન પર પણ સકારાત્મક અસર જોવા મળશે.

હાલના તબક્કે વૈશ્વિક ભાવ અને પુરવઠા ચેઈન અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે જો સરકાર આગામી 30મી જૂન સુધી વિશાળ શ્રેણીના પેટ્રોકેમિકલ ઉત્પાદનો પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી માફ કરે તો ઉદ્યોગને મોટી રાહત થશે, એમ જે કે લક્ષ્મી સિમેન્ટનાં પ્રમુખ અને ડિરેક્ટર અરુણ શુક્લાએ જણાવ્યું હતું.

સિમેન્ટ ક્ષેત્ર માટે આ મટિરિયલ મુખ્ય ઉત્પાદન પ્રક્રિયાનો હિસ્સો નથી, પરંતુ પોલિઈથીલિન અને પોલિપ્રોપલિન જેવાં પોલિમર્સનો ઉપયોગ પેકેજિંગ અને અને અમુક મૂલ્ય વર્ધિત એપ્લિકેશનોમાં થતો હોય છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભાવમાં થતો કોઈપણ ઘટાડો રવાનગીની અસરકારકતામાં સુધારો લાવશે. આ દિશાનું પગલું બાંધકામ અને માળખાગત પ્રવૃત્તિમાં ગતિ જાળવી રાખીને ઉદ્યોગને બાહ્ય ખર્ચના દબાણથી બચાવવા માટે સક્રિય નીતિગત અભિગમ પ્રતિબિંબિત કરશે. 

અત્રે નોંઘનીય બાબત એ છે કે સરકારે ગત ગુરુવારે પશ્ચિમ એશિયાની કટોકટીને ધ્યાનમાં લેતા મહત્ત્વના પેટ્રોકેમિકલ ઉત્પાદનો કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપી હતી જેથી પુરવઠામાં સ્થિરતા આવે અને અંતિમ ઉત્પાદનોમાં ગ્રાહકોને રાહત મળે. આ ડ્યૂટી મુક્તિ આગામી 30મી જૂન સુધી માન્ય રાખવામાં આવી છે. જેનો લાભ પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સ્ટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઑટોમેટિવ કમ્પોનન્ટ્સ અને અન્ય ઉત્પાદન જેવાં પેટ્રોકેમિકલ ફિડસ્ટોક અને ઈન્ટરમીડિએટ સેગ્મેન્ટ્સને મળશે. 

વધુમાં પાર્લે પ્રોડક્ટ્સના વાઈસ ચેરમેન મયંક શાહે પણ જણાવ્યું હતું કે ઉદ્યોગ આયાતી પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યૂટીમાંથી માફીની રાહ જોઈ રહ્યો છે.