તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે દુનિયા પર ઊર્જાનું સંકટ તોળાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ હવે ઊર્જા પ્રાપ્તિ થશે કે નહીં એની ચિંતાઓ કરી રહી છે. હવે આ સ્થિતિ માત્ર મિડલ ઈસ્ટ સુધી સિમિત રહી નથી, પરંતુ રશિયા અને અમેરિકા સુધી પહોંચી ગઈ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની આગ અમેરિકા અને રશિયા સુધી પહોંચતા અનેક દેશની ચિંતા રાતોરાત વધી ગઈ છે. ઈરાને હવે ક્રૂડ ઓઈલ અને ગેસ સાથે જોડાયેલા પ્લાન્ટ પર હુમલા કરવાના શરૂ કરી દીધા છે.
વડાપ્રધાન મોદી શું બોલ્યા?
રાજ્યસભામાં વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની અસર લાંબા સમય સુધી વર્તાશે. ભારત માટે ક્રૂડ ઓઈલ, ગેસ અને પેટ્રોકેમિકલની સપ્લાયમાં આવેલા વિધ્નોનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ 100 ડૉલર સુધી પહોંચ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા અને ખાડીના દેશમાં આંતરમાળખા પરના સતત હુમલાને કારણે કટોકટી ઊભી થાય એવા અનેક દેશમાં એંધાણ છે. 23 માર્ચના રોજ ટેક્સાસના પોર્ટ આર્થરમાં વૈલેરો રિફાઈનરીમાં ધડાકો થયો હતો. એ પછી અમેરિકાએ થોડું નરમ વલણ અપાવ્યું હતું.
રશિયા પર ભારણ વધ્યું પણ
મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે. 28 ફેબ્રુઆરીના રોજ, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે ઊર્જા સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ સતત હુમલાઓ રશિયાની પુરવઠા ક્ષમતા પર દબાણ લાવી રહ્યા છે. ભારત પહેલાથી જ રાહત દરે રશિયન તેલના મુખ્ય ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપોને કારણે આ નિર્ભરતા વધુ વધી શકે છે.18 થી 20 માર્ચ દરમિયાન, પર્સિયન ગલ્ફની આસપાસના અનેક ઉર્જા કેન્દ્રો પર હુમલા કરવામાં આવ્યા. ઈઝરાયલે વિશ્વના સૌથી મોટા ગેસ પ્લાન્ટ દક્ષિણ પાર્સ પર હુમલો કર્યો, જેના કારણે સમગ્ર પ્રદેશમાં બદલાની ભાવનાઓમાં આગ લાગી ગઈ. તા.19 માર્ચે, કતારના રાસ લાફાન ઔદ્યોગિક શહેર જે વિશ્વના સૌથી મોટા LNG સંકુલનું કેન્દ્ર છે, ઇરાની હુમલાઓ બાદ એમાં ભારે નુકસાન થયું.
અમેરિકા માટે પણ માઠા વાવડ
LNG સંકુલ પર હુમલાની એ અસર થઈ કે, 17 ટકા નિકાસ ક્ષમતા એકાએક ઘટી ગઈ એવી આશંકા છે. એ જ દિવસે સાઉદી અરેબિયાના યનબૂ સ્થિત એક રિફાઈનરીમાં ડ્રોન હુમલો થયો, કુવૈતની મીન અલ અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઈનરીમાં આગ લાગી ગઈ. આના કારણે યુએઈમાં પણ ગેસ સુવિધાઓ બંધ કરવી પડી હતી. આ હુમલાને કારણે અખાતી દેશમાં ઊર્જાની કટોકટી ઊભી થઈ ગઈ. અમેરિકાના લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ટેક્સાસમાં એક ઓઇલ રિફાઇનરીમાં મોટો વિસ્ફોટથી અમેરિકાને અસર થાય એવી ભીતિ હાલ તો સેવાઈ રહી છે. સોમવારે ટેક્સાસના પોર્ટ આર્થર નજીકના રહેવાસીઓને વાલેરો રિફાઇનરીમાં થયેલા વિસ્ફોટને ધ્યાનમાં રાખીને સુરક્ષિત જગ્યાએ ખસી જવા એલર્ટ આપવામાં આવ્યું હતું.
રશિયા પરનું ભારણ વધ્યું
મિડલ ઈસ્ટની લડાઈને કારણે રશિયાઈ ક્રૂડ પરનું ભારણ વધી રહ્યું છે. ભારત પહેલાથી જ રશિયન ક્રૂડનું મોટું ખરીદદાર રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવગ્રસ્ત સ્થિતિને કારણે રશિયન ક્રૂડ પર નિર્ભરતા વધી છે. હવે અમેરિકામાં 4.35 લાખ બૈરલ ક્રૂડ પ્રોસેસ થાય છે અને સુવિધા તરીકે માનવામાં આવે છે. હવે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી તો અમેરિકાને પણ સીધી અસર થઈ જશે. ક્રૂડ માર્કેટમાં ભાવ 119 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા બાદ થોડો ઘટાડો થયો પણ કિંમત 100 ડૉલરને પાર થતા અનેક દેશનું બજેટ ખોરવાયું હતું.
આવું અનુમાન સાચું પડ્યું તો...
મિડલ ઈસ્ટની સ્થિતિને ધ્યાને લેતા અમેરિકા અને ઈઝરાયલને વાર્ષિક ધોરણે મોટું નુકસાન થાય એવું અનુમાન છે. 20 ટકા ઓઈલ અને ક્રૂડ અમેરિકા માટે પણ હોર્મુઝ સ્ટ્રેટથી નીકળે છે. હવે આ સપ્લાય લાંબા સમય સુધી બંધ રહી તો અમેરિકાને વાર્ષિક ધોરણે કરોડો રૂપિયાનો મોટો ફટકો પડશે. સતત હુમલાને કારણે હોર્મુઝ સ્ટ્રિટ તણાવગ્રસ્ત એરિયા બન્યો છે. જેના કારણે વૈશ્વિક તેલ માર્કેટમાં મજબૂત ગણાતી કંપનીઓની ચેઈન પણ ખખડી ગઈ. એક મહિનામાં સીધા 80 લાખ બૈરલની અછતથી પરિસ્થિતિ વધારે વિકટ થઈ ગઈ.