હાલમાં બિહારના પૂર્ણિયાથી ચૂંટાઈ આવેલા સાંસદ પપ્પુ યાદવના નિવેદન બાદ દેશમાં એડલ્ટ કન્ટેન્ટના વપરાશને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના યુગમાં કયા દેશના લોકો સૌથી વધુ એડલ્ટ કન્ટેન્ટ જુએ છે અને ભારત આ યાદીમાં ક્યાં છે, તે જાણવું રસપ્રદ છે.
પપ્પુ યાદવના વિવાદિત નિવેદન બાદ સામે આવેલા આંકડાઓ પણ દર્શાવે છે કે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વધતા વપરાશ સાથે ઓનલાઇન કન્ટેન્ટ જોવાની રીતો પણ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં ચાલો જોઈએ દુનિયાના કયા દેશોમાં સૌથી વધુ પોર્ન કયા દેશોમાં જોવાય છે અને આ સ્થિતિમાં ભારતની સ્થિતિ કેવી અને કેટલામા નંબર પર છે. ચાલો એક નજર કરીએ આંકડાઓ પર...
અમેરિકાનું વર્ચસ્વ:
2025-26ના આંકડાઓ અનુસાર, એડલ્ટ વેબસાઇટ્સ પર સૌથી વધુ ટ્રાફિક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાંથી આવે છે. ડિજિટલ એક્સેસ અને ઓછા પ્રતિબંધોને કારણે યુએસએ આ યાદીમાં સતત પ્રથમ સ્થાને આવે છે.
ભારત:
આગળ વધીએ અને વાત કરીએ ભારતની સ્થિતિ વિશે તો ભારત હાલમાં તો ટોપ-10 દેશોની યાદીમાં 9મા સ્થાને છે. 2018-19માં ભારત આ યાદીમાં ત્રીજા સ્થાને આવચું હતું, જેનો અર્થ છે કે તાજેતરના વર્ષોમાં ભારતના રેન્કિંગમાં ઘટાડો થયો છે.
પ્રતિબંધોની અસર:
ભારત સરકાર દ્વારા 2018થી અત્યાર સુધીમાં 800થી વધુ એડલ્ટ વેબસાઇટ્સ બ્લોક કરવામાં આવી છે અને આ કડક ડિજિટલ નિયમોને કારણે ડાયરેક્ટ ટ્રાફિકમાં ઘટાડો થયો છે, જોકે લોકો હવે વીપીએન કે પછી સોશિયલ મીડિયા જેવા અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે.
ટોપ-5 દેશોની વાત કરીએ તો ટોપ ફાઈવમાં અમેરિકા સિવાય ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ફ્રાન્સ અને ફિલિપાઈન્સ પણ આ યાદીમાં મોખરે છે. આ તમામ દેશોમાં મોટા પ્રમાણમાં પોર્ન જોવામાં આવે છે.