Mon Oct 05 2026

Logo

આજથી 17મી ઓગસ્ટ સુધી આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા! જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-08-03 16:49:00
Author: Darshana Visaria
આજથી 17મી ઓગસ્ટ સુધી આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા! જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ અને સૂર્યદેવની યુતિને અત્યંત શુભ, ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ કર્ક રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ થી અત્યંત દુર્લભ અને સકારાત્મક 'ગુરુ આદિત્ય રાજયોગ'નું નિર્માણ થયું છે. આ રાજયોગ માન-સન્માન, જ્ઞાન, ઉચ્ચ પદવી અને આધ્યાત્મિક ઉન્નતિ આપનારો ગણાય છે. કર્ક રાશિમાં આ શુભ યોગ 17મી ઓગસ્ટ, 2026 સુધી રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ૪ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલવાના છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષ:
મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ ચમત્કારથી કમ સાબિત નહીં થાય. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થશે. તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. નવી નોકરી મેળવવાના પ્રબળ એંધાણ છે. વાહન કે મકાન ખરીદવાનું સ્વપ્ન પૂરું થઈ શકે છે તેમજ આધ્યાત્મક અને ધાર્મિક યાત્રાઓથી મન પ્રસન્ન રહેશે.

મિથુન:
17મી ઓગસ્ટ સુધીનો સમય મિથુન રાશિના જાતકો માટે શાનદાર રહેશે. અગાઉ કરેલા રોકાણથી બંપર વળતર મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને પૈતૃક સંપત્તિમાંથી મોટો નાણાકીય લાભ થઈ શકે છે. ધર્મ-કર્મના કાર્યોમાં રસ વધશે અને કોઈ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક:
કર્ક રાશિમાં જ આ યુતિ સર્જાઈ રહી હોવાથી આ જાતકો માટે સમય અત્યંત શુભદાયી રહેશે. કરિયરમાં ઝડપી પ્રગતિ થશે અને અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ કાર્યનું આયોજન થઈ શકે છે અને તીર્થસ્થળની મુલાકાત લઈ શકશો.

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે પણ આ રાજયોગ ખૂબ જ ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. કરિયરમાં મોટી સફળતા મળવાની સાથે મનગમતી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. આ ઉપરાંત કોઈ જૂની શારીરિક બીમારીમાંથી મુક્તિ મળશે.