Thu Jun 18 2026

Logo

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી સાથેની તસવીર શેર કરી, કહ્યું જયારે બે મિત્રો મળે છે ત્યારે..

2026-02-18 22:15:45
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે  AI સમિટમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. જેની બાદ ઇમેન્યુઅલ  મેક્રોને  એકસ પર પીએમ મોદી સાથેનો એક AI ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં પીએમ મોદી અને મેક્રોન હૃદયની નિશાની બતાવી રહ્યા છે.  તેમણે લખ્યું, "જ્યારે મિત્રો મળે છે, ત્યારે ઇનોવેશન આપોઆપ થાય છે.  AI ઇમ્પેક્ટ સમિટ માટે તૈયાર છું. 

મેક્રોનની ભારત મુલાકાત મહત્વપૂર્ણ

ભારત અને ફ્રાન્સ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ અને ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ સાથે આગળ વધી રહ્યા છે. આ સહયોગને આગળ વધારવા માટે મેક્રોનની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને દેશો વર્ષ 2026  ને "ભારત-ફ્રાન્સ  ઇનોવેશન વર્ષ" તરીકે ઉજવી રહ્યા છે. આ એક વર્ષ લાંબી સંયુક્ત પહેલ છે જેનો હેતુ નવી ટેકનોલોજી, સંશોધન અને ઔદ્યોગિક નવીનતામાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવાનો છે.

ભારત અને ફ્રાન્સ એક AI રોડમેપ પર કાર્યરત 

આ ઇનોવેશન વર્ષ  AI પર કેન્દ્રિત છે. ભારત અને ફ્રાન્સ જવાબદાર અને નૈતિક AI સિસ્ટમ્સ વિકસાવવાના હેતુથી એક શેર કરેલ AI રોડમેપ પર સાથે કામ કરી રહ્યા છે.  પીએમ મોદી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. આ  બંનેએ મુંબઈમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વડાપ્રધાને  ફ્રાન્સને ભારતનો ખાસ ભાગીદાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બંને દેશોએ તેમના સંબંધોને  ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ના સ્તરે અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.

દરિયાઈ સુરક્ષા અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે

આ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી નો અર્થ એ છે કે બંને દેશો ફક્ત વેપાર અથવા શસ્ત્રોના વેપાર સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ સુરક્ષા, ટેકનોલોજી, અવકાશ, દરિયાઈ સુરક્ષા અને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે. આ  અગાઉ બંને દેશો વચ્ચેના સંબંધો  વ્યૂહાત્મક ભાગીદારી ના સ્તરે હતા.