Fri Apr 17 2026

Logo

ઈરાન ઝૂકવા તૈયાર નથી ને ટ્રમ્પે કર્યો નવો દાવો: હું ઈચ્છું ત્યારે યુદ્ધ રોકી શકું...

Washington DC   2026-03-11 22:30:56
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું  નિવેદન આપ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ઈરાનમાં હવે ટાર્ગેટ કરવા જેવુ કશું રહ્યું નથી. એક  વાતચીતમાં, ટ્રમ્પે કહ્યું કે  જ્યારે પણ હું ઈચ્છીશ ત્યારે યુદ્ધ સમાપ્ત થઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું  આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, આ ક્ષેત્રમાં સતત હુમલાઓ અને બદલાની કાર્યવાહી થઇ રહ્યા છે. ટ્રમ્પના મતે  યુએસ અભિયાને તેના મોટાભાગના લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે અને પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

ઈરાનની લશ્કરી ક્ષમતાઓને નોંધપાત્ર રીતે નુકસાન

ડોનાલ્ડ  ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનની લશ્કરી ક્ષમતાઓને નોંધપાત્ર રીતે નુકસાન થયું છે. તેમના મતે, ઈરાન પાસે હવે પહેલા જેવું નૌકાદળ, સંદેશાવ્યવહાર અથવા હવાઈ શક્તિ નથી. તેમણે દાવો કર્યો કે ઈરાનની મિસાઈલ અને ડ્રોન સિસ્ટમ પણ મોટાભાગે નાશ પામી છે. ટ્રમ્પે કહ્યું કે ડ્રોન બનાવતી ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી છે. તેમજ  મોટી સંખ્યામાં ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાન પાસે હવે ઘણા લશ્કરી વિકલ્પો નથી.

ઇરાને કહ્યું લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે 

જોકે, ટ્રમ્પના નિવેદન બાદ પણ  હજુ પરિસ્થિતિ શાંત નથી લાગતી. ઈરાની સંરક્ષણ પ્રધાન કાત્ઝે સ્પષ્ટપણે કહ્યું છે કે લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે અને જરૂર પડે ત્યાં સુધી તેને રોકવામાં આવશે નહીં. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે આ હુમલાઓનો હેતુ ઇરાન પર દબાણ લાવવા અને ત્યાંના વર્તમાન શાસનને પડકારવાનો છે.

ઈરાનને ટ્રમ્પની કડક ચેતવણી

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે કોઈપણ નવી લશ્કરી કાર્યવાહીના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે ઈરાને કોઈપણ યુક્તિઓનો આશરો લેવો જોઈએ નહીં, કારણ કે આમ કરવાથી તેનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.