Thu Sep 03 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું ઇરાને કરી યુદ્ધ વિરામની અપીલ

washington dc   2026-04-01 20:26:21
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું ઇરાને કરી યુદ્ધ વિરામની અપીલ

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ  અમેરિકાને યુદ્ધ વિરામની અપીલ કરી છે. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ વેબસાઇટ પર આ દાવો કર્યો છે. ટ્રમ્પની પોસ્ટ અંગે ઈરાન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઇરાને અમેરિકા પાસે યુદ્ધવિરામની અપીલ કરી 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે   'ટ્રુથ સોશિયલ' પર  જણાવ્યું કે, ઈરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ  જે તેમના પુરોગામી કરતા ઘણા ઓછા કટ્ટરપંથી અને ઘણા વધુ સમજદાર છે.  તેમણે હમણાં જ અમેરિકાને  યુદ્ધવિરામની અપીલ  કરી છે. અમે આની પર વિચાર ત્યારે જ કરીશું જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો, મુક્ત અને સંપૂર્ણપણે  સાફ થશે રહેશે. ત્યાં સુધી અમે ઈરાન પર હુમલા કરીશું અથવા લોકો કહે છે તે  પથ્થર યુગમાં પરત મોકલીશું. 

ઇરાને યુદ્ધ ચાલુ રાખવાના સંકેત આપ્યા 

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓથી વિપરીત ઈરાનના નાયબ વિદેશ મંત્રી  અબ્બાસ અરાકચીએ મંગળવારે મોડી રાત્રે આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન યુદ્ધ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા.  તેમણે કહ્યું કે ધમકીઓ અને અલ્ટીમેટમની ભાષાનો ઉપયોગ કરીને ઈરાની લોકો સાથે વાત નહી થાય. અરાકચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન તેના સ્વ-બચાવ અંગે કોઈ સમયમર્યાદા નક્કી કરતું નથી.

ઈરાનના વિરોધીઓ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે

આ દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ જાહેર કર્યું છે કે  અમેરિકન  રાષ્ટ્રપતિના  વાહિયાત નાટકોના જવાબમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે નહીં. આઈઆરજીસી ભારપૂર્વક જણાવે છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ મજબૂત અને સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિના વાહિયાત નિવેદનોથી  ઈરાનના વિરોધીઓ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે.