Wed Jun 24 2026

Logo

બોક્સ ઓફિસ પર ‘મૈં વાપસ આઉંગા’નો દબદબો, 12મા દિવસે કમાણીમાં બમણો ઉછાળો

2026-06-24 14:35:28
Author: Vimal Prajapati
Article Image

મુંબઈ: ભારતમાં લોકો સિનેમા પાછળ ઘેલા છે, કોઈ સારી ફિલ્મ બોક્સ ઓફિસ પર આવે એટલે કમાણીનો આંકડો કરોડોને પાર પહોંચી જાય છે. બોલિવુડ સુપરસ્ટાર દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને જાણીતા ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલીની જોડી ફરી એકવાર સિનેમાઘરોમાં જાદુ ચલાવવામાં સફળ રહી છે. ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ (Main Wapas Aaunga) ને રિલીઝ થયે 12 દિવસ પૂરા થઈ ગયા છે અને રસપ્રદ વાત એ છે કે, સમય જતાં આ ફિલ્મની કમાણીની રફતાર સતત વધી રહી છે. 

૧૨મા દિવસે કમાણીમાં જોરદાર જમ્પ

કમાણીનું સૌથી મોટું કારણે સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા પર દર્શકો તરફથી મળી રહેલા શાનદાર અને પોઝિટિવ રિસ્પોન્સના કારણે ફેન્સે આ ફિલ્મને અત્યારથી જ 'કલ્ટ ક્લાસિક' નો દરજ્જો આપી દીધો છે. વીકએન્ડ પૂરો થયા બાદ પણ વર્કિંગ ડેઝમાં આ ફિલ્મની કમાણીમાં બમણો ઉછાળો જોવા મળ્યો છે. આ ફિલ્મે પોતાના બીજા મંગળવારે ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 03.10 કરોડની શાનદાર કમાણી કરી છે. હિન્દી બેલ્ટમાં આ દિવસે ફિલ્મની ઓક્યુપન્સી 41% રહી હતી.

ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન રૂપિયા 50 કરોડને પાર

નોંધનીય છે કે, આ ફિલ્મ તેના પહેલા અઠવાડિયા કરતા બીજા અઠવાડિયામાં વધુ સારી કમાણી કરીને નવો ટ્રેન્ડ સેટ કરી રહી છે, જેને જોઈને મેકર્સ પણ ખુશખુશાલ થઈ ગયા છે. આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન રૂપિયા 50 કરોડની નજીક પહોંચી ગયું છે. દિલજીત દોસાંજ સ્ટારર આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. 

કલેક્શનના આંકડાની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 29.85 કરોડનું કલેક્શન થયું છે. ભારતામં ગ્રોસ કલેક્શન 35.54 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. વૈશ્વિક કમાણીની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે 48.14 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બે અઠવાડિયા પછી પણ આ ફિલ્મે ફરી કમાણીમાં રફતાર પકડી છે. આ વીકેન્ડમાં પણ સારી કમાણી કરશે તેવું લાગી રહ્યું છે. 

થિયેટરોમાં વેદાંગ રૈના અને શરવરી વાઘની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો તેમના દિવાના બન્યા છે. આ સાથે જ વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહની દમદાર એક્ટિંગના પણ ચારેય તરફ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મ લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહી છે અને મલ્ટિપ્લેક્સમાં તેની પકડ હજુ પણ મજબૂત છે. આ ફિલ્મ હવે કેટલા રેકોર્ડની કમાણી કરે છે તે જોવાનું રહેશે.