Wed Aug 19 2026

Logo

શિલ્પા-મલાઈકા પહેલાંની ફિટનેસ ક્વીન છે આ એક્ટ્રેસ! જાણો ધર્મેન્દ્ર સાથેની લવ સ્ટોરી કેમ અધૂરી રહી ગઈ?

2026-08-13 22:34:31
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના 'હી-મેન' ધર્મેન્દ્ર (Dharmendra) નું અંગત જીવન અને લવ-લાઈફ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. વર્ષ 1957માં પ્રકાશ કૌર સાથે પ્રથમ લગ્ન કરનાર ધર્મેન્દ્રએ ૭૦ના દાયકામાં હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 80ના દાયકામાં ધર્મેન્દ્રનું નામ પોતાનાથી ૨૭ વર્ષ નાની અને તે જમાનાની સુપરફિટ અભિનેત્રી અનિતા રાજ (Anita Raj) સાથે જોડાતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે હોબાળો મચી ગયો હતો.

ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી અને રિયલ લાઈફ રોમાન્સની ચર્ચા:

અનિતા રાજે 1982માં રીલિઝ થયેલી ફિલ્મ 'પ્રેમ ગીત'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ધર્મેન્દ્ર સાથે 'કરિશ્મા કુદરત કા', 'જલજલા', 'ઈન્સાનિયત કે દુશ્મન', 'ઝરા સી ઝિંદગી', 'નૌકર બીવી કા' અને 'ગુલામી' જેવી અગણિત સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

પર્દા પર તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી. પરંતુ જોતજોતામાં તેમની આ કેમિસ્ટ્રી રિયલ લાઈફ અફેરના સમાચારમાં બદલાઈ ગઈ અને બંને વચ્ચેના સંબંધોની ચર્ચાઓ બી-ટાઉનની ગલીઓમાં ચર્ચાવવા લાગી.

હેમા માલિનીની ચેતવણી અને ફિલ્મોમાં સાથે કામ બંધ:

અહેવાલો અનુસાર, જ્યારે ધર્મેન્દ્ર અને અનિતા રાજના અફેરની અફવાઓ ખૂબ વધી ગઈ, ત્યારે ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ આ મામલે કડક વલણ અપનાવ્યું. કહેવાય છે કે હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્રને અનિતા રાજ સાથે કામ ન કરવા માટે સ્પષ્ટ વોર્નિંગ (ચેતવણી) આપી હતી.

આ ચેતવણી બાદ ધર્મેન્દ્રએ અનિતા રાજ સાથે ફિલ્મો સાઈન કરવાનું બંધ કરી દીધું હતું. આ વિવાદ પર આખરે 1986માં પૂર્ણવિરામ મુકાયું, જ્યારે અનિતા રાજે ફિલ્મ નિર્દેશક સુનિલ હિંગોરાની સાથે લગ્ન કરી લીધા.

શિલ્પા અને મલાઈકા પહેલાંની 'ફિટનેસ ક્વીન'

બોલીવૂડના જાણીતા એક્ટર જગદીશ રાજની દીકરી અનિતા રાજ આજે પણ પોતાની અદ્ભુત ફિટનેસ માટે જાણીતી છે. જ્યારે પણ ઈન્ડસ્ટ્રીમાં ફિટનેસની વાત આવે ત્યારે લોકો શિલ્પા શેટ્ટી કે મલાઈકા અરોરાનું નામ લે છે, પરંતુ તેમનાથી દાયકાઓ પહેલાં અનિતા રાજે પોતાની બોડી અને વર્કઆઉટથી ફિટનેસનો ટ્રેન્ડ સેટ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મો સિવાય અનિતા રાજે 'છોટી સરદારની' અને 'એક થા રાજા એક થી રાની' જેવા લોકપ્રિય ટીવી શોઝમાં પણ વિલન અને સશક્ત પાત્રો ભજવીને ટીવી જગતમાં મોટું નામ કમાયું છે.