Wed Sep 09 2026

Logo

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા

Bogotá   2026-08-10 19:29:12
Author: Chandrakant Kanoja
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા

બોગોટા: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ  અનુભવાયો છે. આ અંગે સ્થાનિક એજન્સી અનુસાર ભૂકંપ 115 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.આ ભૂકંપના આંચકા રાજધાની બોગોટા સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.

ભૂકંપ 107 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો

યુએસ જીઓલોજિકલ સર્વે  એ શરૂઆતમાં તેની તીવ્રતા 7.4 માપી હતી. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે  કોલંબિયાના ચોકો ડિપાર્ટમેન્ટમાં સાન જોસ ડેલ પાલ્મરથી લગભગ 5 કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. જે લગભગ 107 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. 

વેનેઝુએલાની સરહદ સુધી  આંચકા અનુભવાયા 

જોકે, યુએસ સુનામી એલર્ટ સિસ્ટમે 7.1 તીવ્રતા નોંધી છે. તેમજ કોલંબિયામાં ભૂકંપ પછી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી.  દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ભૂકંપના કેન્દ્રથી દૂરના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. પ્રારંભિક અહેવાલો મુજબ ભૂકંપના આંચકા  કોલંબિયાની બહાર વેનેઝુએલાની સરહદ સુધી અનુભવાયા હતા.