Thu Sep 03 2026

Logo

અમેરિકા અને ઈરાનના તણાવમાં ચીનની એન્ટ્રી, ઈરાનને આપશે ખતરનાક હથિયારો...

tehran   2026-02-24 21:45:15
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઈરાનના તણાવમાં ચીનની એન્ટ્રી, ઈરાનને આપશે ખતરનાક હથિયારો...

તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ  દરમિયાન ચીનની એન્ટ્રી થઈ છે.જેમાં  ઈરાન અને ચીન એક  મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ઈરાન ચીન પાસેથી અત્ય આધુનિક CM-302 સુપરસોનિક એન્ટી-શિપ ક્રુઝ મિસાઇલો ખરીદવા માટે તૈયાર છે.  અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લશ્કરી કાર્યવાહીની ચેતવણી બાદ અમેરિકા  ઈરાની દરિયાકાંઠે એક વિશાળ નૌકાદળ તૈનાત કર્યું છે. તેમજ ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી. 

સુપરસોનિક મિસાઇલોની રેન્જ આશરે 290 કિલોમીટર

આ અંગે મળતી માહિતી મુજબ, ચીનમાં નિર્મિત CM-302 મિસાઇલો ખરીદવાનો સોદો લગભગ પૂર્ણ થઈ ગયો છે, જોકે ડિલિવરીની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. આ સુપરસોનિક મિસાઇલોની રેન્જ આશરે 290 કિલોમીટર છે અને તે ઓછી ઊંચાઈએ ઊંચી ઝડપે ઉડાન ભરીને જહાજ ડિફેન્સ સીસ્ટમથી બચી શકે તેવી રીતે  ડિઝાઇન કરવામાં આવી છે.  આ અંગે  શસ્ત્ર નિષ્ણાતો કહે છે કે આ મિસાઈલો  ઈરાનની યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે અને અમેરિકા માટે ખતરો પેદા કરશે. 

મિસાઇલ સિસ્ટમ ખરીદવા વાતચીત બે વર્ષ પહેલાં શરૂ કરી 

ઈરાને ચીન પાસેથી મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત  બે વર્ષ પહેલાં શરૂ કરી હતી. પરંતુ જૂનમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધ પછી તે વધુ વેગ પકડ્યો હતો. જેમાં ત્રણ ઈરાની સરકારી અધિકારીઓ અને ઈરાની સરકાર દ્વારા બ્રીફ કરાયેલા ત્રણ સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે.  ઈરાનના નાયબ સંરક્ષણ પ્રધાન મસૂદ ઓરાઈ સહિત વરિષ્ઠ લશ્કરી અને સરકારી અધિકારીઓએ ગત ઉનાળામાં ચીનની મુલાકાત લીધી હતી કારણ કે વાટાઘાટો તેમના અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો.ઓરાઈની મુલાકાત અગાઉ જાહેર કરવામાં આવી ન હતી.

Danny Citrinowicz (CNN)

આ મિસાઈલોને અટકાવવી અત્યંત મુશ્કેલ 

ઇઝરાયલના નેશનલ સિક્યુરિટી સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક અને ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી ડેની સિટ્રિનોવિચે જણાવ્યું હતું કે, જો ઈરાન આ ક્ષેત્રમાં જહાજો પર હુમલો કરવાની સુપરસોનિક ક્ષમતા પ્રાપ્ત કરે છે. તો તે સંપૂર્ણપણે ગેમ ચેન્જર હશે. આ મિસાઈલોને અટકાવવી અત્યંત મુશ્કેલ છે.