સોશિયલ મીડિયા પર દરરોજ કંઈને કંઈ ટ્રેન્ડ થતું રહે છે. ખાસ કરીને એઆઈ આવ્યા બાદ દરરોજ ફોટોઝના નવા નવા અંદાજ શૅર થતા રહે છે. પણ છેલ્લા બેથી ત્રણ દિવસથી 1980ના દાયકાના ફોટોનો ટ્રેડ ચાલી રહ્યો છે જેમાં ખેલાડીઓ, નેતાથી લઈને અભિનેતા સુધના લોકોએ પોતાના એ સમયના લૂકના ફોટો શૅર કર્યા છે.
આ ફોટો એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, ચોક્કસ પ્રોમ્પ્ટની મદદથી આ ફોટો તૈયાર કરાયા છે અને પછી સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા છે. આ કારણે સોશિયલ મીડિયા પર નોસ્ટેલ્જિયા માહોલ તૈયાર થઈ ગયો છે. આ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના સાંસદ શશી શરૂરે પણ પોતાનો રેટ્રો લૂક શૅર કર્યો છે.

કોંગ્રેસના નેતા પણ સામેલ
થરૂરે ઈન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી છે જેમાં એઆઈથી તૈયાર કરવામાં આવેલી તસવીર સ્પષ્ટ દેખાઈ રહી છે. જેમાં તે 1980ના દાયકામાં જેવા લાગતા હતા એ લૂક જોવા મળ્યો છે.આ પોસ્ટ પર લોકોએ પણ દિલ ખોલીને કોમેન્ટ કરી છે. ઘણાય યુઝર્સને તેનો રેટ્રો લૂક પસંદ પડી રહ્યો છે. આના કેપ્શનમાં થરૂરે લખ્યું હતું કે, 80નો દાયકો ફરી આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. મેં પણ જુના અંદાજમાં ટ્રેન્ડનો એક ભાગ બનવાનું વિચાર્યું હતું. આવું પહેલીવાર થયું નથી કે, થરૂર કોઈ ટ્રેન્ડનો ભાગ બન્યા હોય. સપ્ટેમ્બર 2025માં તેમણે 'Hug My Younger Self' ટ્રેન્ડમાં પણ ભાગ લઈને મસ્ત પોસ્ટ મૂકી હતી. એઆઈથી મસ્ત ફોટો બનાવ્યો હતો અને 22 વર્ષ હતા ત્યારે કેવા હતા એ ફોટો શૅર કર્યો હતો. એ પછી ઘિબલી આર્ટમાં પણ ભાગ લીધો હતો. ઘિબલી આર્ટમાં પણ તસવીર બનાવી હતી. આ ઘેલું તો બોલિવૂડના ઘણાય સેલિબ્રિટીથી લઈને પોલિટિકલ લીડર સુધીના લોકોને લાગ્યું હતું.
કોણ કોણ છે 80ના ટ્રેન્ડમાં?
આ ટ્રેંન્ડમાં લોકો પોતાની નવી તસવીરને એ જમાનાની તસવીરમાં બદલી રહ્યા છે. એ સમયના કપડાં, ફેશન, સ્ટાઈલ, લૂક, આઉટફિટ્સ અને મેકઅપથી લઈને હેર સ્ટાઈલ સુધીની વસ્તુઓ બદલી રહ્યા છે. એઆઈથી બનાવવામાં આવેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ફરે છે પણ એક વર્ગ એવો પણ છે જેણે આ યુગને જીવી લીધો છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કિરણ રિજીજૂ, જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા, રાજસ્થાનના ડે.સીમ દીયા કુમારી, સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણિતી ચોપરા, તમન્ના ભાટિયા, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિરાટ કોહલીએ બેક ટુ 80ના કેપ્શન અંતર્ગત આવી તસવીર શૅર કરી છે. ફોટામાં ફક્ત વિન્ટેજ ફિલ્ટર લાગુ કરવાને બદલે, આ ટ્રેન્ડ હેરસ્ટાઇલ, કપડાં અને એસેસરીઝથી લઈને બેકગ્રાઉન્ડ, લાઇટિંગ અને કેમેરા ઇફેક્ટ્સ સુધીની દરેક વસ્તુમાં ફેરફાર કરવા માટે AI નો ઉપયોગ કરે છે.

સરળતાથી કસ્ટમાઈઝ કરી શકે છે
ચહેરાની ઓળખ અને વ્યક્તિની વિશિષ્ટ સુવિધાઓને જાળવી રાખીને સમગ્ર છબીને 1980 ના દાયકાની શૈલીમાં ફરીથી કલ્પના કરવામાં આવી છે. આ ટ્રેન્ડની વ્યાખ્યાયિત વિશેષતા તેનું રેટ્રો સૌંદર્યલક્ષી છે, જે મુખ્ય સેલિબ્રિટીઓ અને Gen-Z થી લઈને સામાન્ય લોકો સુધી દરેકને આકર્ષિત કરે છે. AI-જનરેટેડ છબીઓ વિશાળ હેરસ્ટાઇલ, કર્લ્સ, ઉચ્ચ-કમરવાળા કપડાં, એવિએટર સનગ્લાસ અને બોલ્ડ સ્ટેટમેન્ટ જ્વેલરી જેવા તત્વો દર્શાવે છે. આ ફોટામાં ઘણીવાર ગરમ લાઇટિંગ, સૂક્ષ્મ સેપિયા ટોન, સોફ્ટ ફિલ્મ ગ્રેન અને વિન્ટેજ ફોટોગ્રાફીની યાદ અપાવે તેવી રચનાનો સમાવેશ થાય છે.
યુઝર્સ તેમની છબીઓને બોલીવુડ સ્ટુડિયો પોટ્રેટ, વિન્ટેજ લગ્ન આલ્બમ ફોટા, ફિલ્મ મેગેઝિન કવર અથવા ડિસ્કો-થીમ આધારિત બેકડ્રોપ્સ જેવી બનાવવા માટે પણ કસ્ટમાઇઝ કરી શકે છે. ભાજપના બીજેપીફોરઈન્ડિયા પેજ પર તો આની આખી રીલ્સ છે જે 80ના દાયકાને રીકોલ કરે છે.