મુંબઈ: બોલીવુડના રિયલ લાઈફ કપલ્સને સ્ક્રીન પર પોતાની કેમેસ્ટ્રી જોતા હંમેશાં કંઈક ખાસ અનુભવ હોય છે. ઇન્ટેન્સ રોમાન્સ અને રસપ્રદ કહાનીઓથી લઈને યાદગાર સિનેમેટિક પળો સુધી, બોલીવુડના અનેક કપલ્સ પોતાની ઓન સ્ક્રીન હાજરીથી દર્શકોનું દિલ જીતી લે છે. અહીંયા બોલીવુડના અમુક મનપસંદ રિયલ લાઈફ કપલ્સ પર એક નજર નાખીએ જેમણે ઓન સ્ક્રીન સ્પેસ પણ શેર કરી છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન
બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને તેમની પત્ની કરીના કપૂર ખાન બોલિવૂડના સૌથી મનપસંદ કપલ્સ માંથી એક છે. વર્ષોથી બંનેએ 'ઓમકારા', 'ટશન', 'કુરબાન' અને 'એજન્ટ વિનોદ' જેવી યાદગાર ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી છે. કો-સ્ટાર્સથી લઈને જીવનસાથી બનવા સુધીની સફર તેમને ઇન્ડસ્ટ્રીના સૌથી આઇકોનિક રિયલ-લાઈફ કપલ્સમાંથી એક બનાવે છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને બોલિવૂડના સૌથી મોટા પાવર કપલ્સમાંથી એક માનવામાં આવે છે. 'ગોલીઓ કી રાસલીલા રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત', '83', અને 'સિંઘમ અગેન' જેવી ફિલ્મોમાં તેમની શાનદાર ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીત્યા છે. ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન, દીપવીરે દર્શકોના દિલોમાં તેમની એક ખાસ જગ્યા બનાવી છે.
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી
જીવનસાથી બનતા પહેલા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ 'મહા સમુદ્રમ' માં સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. હવે લગ્નના બંધનમાં જોડાયા બાદ આ કપલ આગામી 'એંથોલોજી લસ્ટ સ્ટોરીઝ 3'માં ફરી એકવાર સાથે જોવા મળશે. તેમનું આ રીયુનિયન પહેલેથી જ ચાહકો વચ્ચે ઉત્સાહ પેદા કરી ચૂક્યું છે, જે ફરી એકવાર આ રિયલ લાઈફ કપલને સ્ક્રીન પર પોતાની કેમેસ્ટ્રી બતાવવા માટે આતુર છે. હાલમાં જ રિલીઝ થયેલા પોસ્ટર અને ટ્રેલરે પણ દર્શકોની આતુરતા વધારી દીધી છે, જે એક રોમાંચક અને ફ્રેશ ડાયનેમિકનું પ્રોમિસ આપે છે, જેમાં સિદ્ધાર્થ અને અદિતિ કેન્દ્રમાં છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
આલિયા અને રણબીરે 'બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન- શિવા' માં મોટા પડદે સાથે કામ કર્યું હતું, જ્યા તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે બંને સંજય લીલા ભંસાલીની મોસ્ટ અવેટેડ 'લવ એન્ડ વોર' ફિલ્મમાં સાથે જોવા મળશે. જેથી તેમનું આગામી કોલોબરેશન જોવા લાયક બની ગયું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ 'શેરશાહ'માં પોતાની કેમેસ્ટ્રીથી દર્શકોના દિલ જીત્યા હતા, જ્યાં તેમણે કેપ્ટન વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમા ની ભાવનાત્મક લવ સ્ટોરીને મોટા પડદે જીવંત બનાવી હતી. કો-સ્ટાર્સથી લઈને જીવનસાથી સુધીની સફરે તેમની ઓન સ્ક્રીન જોડીને દર્શકો માટે ખાસ બનાવી દીધું છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય
અભિષેક બચ્ચન અને સુંદર એશ્વર્યા રાય પણ એક સાથે સ્ક્રીન શેર કરી ચુક્યા છે. જેમાં આ બંને ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે', 'ગુરુ', 'ધૂમ 2' જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. આ બંનેએ લગ્ન પહેલા 'ઢાઈ અક્ષર પ્રેમ કે' ફિલ્મ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ જાદુ કરી શકી નહોતી. પરંતુ ફિલ્મ 'ગુરુ', 'ધૂમ 2' જેવી ફિલ્મો સફળ રહી હતી.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
બોલીવુડની અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ હોરર ફિલ્મ 'અલોન'માં એક સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ ગઈ હતી. પરંતુ દર્શકોને આ બંનેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. ફિલ્મી સેટ પર પ્રેમ મેળવવાથી લઈને પોતાની રિયલ લાઈફ કેમેસ્ટ્રીને બીજીવાર સ્ક્રીન પર લાવવા સુધી આ કપલ્સે દર્શકોને ઉજવણી કરવાની ઘણી તકો આપી છે.