Mon Oct 05 2026

Logo

પરિવારના સભ્યોને માન ન આપવા બદલ પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી

2026-09-19 18:55:15
Author: Yogesh D. Patel
પરિવારના સભ્યોને માન ન આપવા બદલ પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી

થાણે: થાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાં પરિવારના સભ્યોને યોગ્ય માન ન આપવા બદલ પતિએ શનિવારે ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીની ઓળખ તબરેઝ જમશેદ આલમ (22) તરીકે થઇ હતી, જે તેની મૃત પત્ની સૈનબને ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લાવ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.

દરમિયાન સૈનબના ગળા પર નિશાન અને ચહેરા પર ઇજાના નિશાન જોઇને ડોક્ટરોને શંકા ગઇ હતી. આથી હોસ્પિટલ દ્વારા પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તબરેઝની પૂછપરછ કરી હતી, જેમાં તેણે કબૂલ્યું હતું કે તેની પત્ની પરિવારના સભ્યોને યોગ્ય માન આપતી ન હોવાથી તેણે ગળું દબાવીને તેની હત્યા કરી હતી.

પોલીસે તબરેઝ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)