Thu Jul 23 2026

Logo

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનનું નિધન, PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું?

2026-06-22 12:40:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી તથા દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનનું નિધન થયું છે. તેમના નિધન પર  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  સંવેદના વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.  ૐ શાંતિ….!!!

 

જાણો કોણ છે પ્રફુલ પટેલ

પ્રફુલ પટેલના પિતા ખોડાભાઈ RSSમાં સક્રિય હતા. આ કારણે નરેન્દ્ર મોદી સાથે તેમનો વર્ષો જૂનો અને અંગત સંબંધ હતો. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સી. કે. પટેલને હરાવ્યા અને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

વર્ષ 2010માં એન્કાઉન્ટર કેસના વિવાદને કારણે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ગુજરાતની બહાર (તડીપાર) રહેવાનો આદેશ થયો હતો. એ સમયે મોદી સરકાર ભારે મુશ્કેલીમાં હતી.  આ કપરા સમયમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેના પર ભરોસો મૂક્યો હતો. તેઓ પહેલીવાર જ ધારાસભ્ય બન્યા હોવા છતાં તેમને 2010થી 2012 સુધી રાજ્યના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણેન્કાઉન્ટર વિવાદ દરમિયાન ડેમેજ કંટ્રોલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રફુલ પટેલ હારી ગયા અને ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણથી થોડા દૂર થઈ ગયા હતા.