ન્યૂયોર્કઃ અમેરિકન પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલીસીને કારણે ચર્ચામાં છે. એકતરફ ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પની હત્યા કરવાની સોપારી એક પાકિસ્તાની શખસને આપવામાં આવી હતી, જેનું નામ આફિસ મર્ચેટ હોવાનું સામે આવ્યું છે. ન્યૂ યોર્કની કોર્ટમાં ચાલી રહેલી એક સુનાવણી દરમિયાન આ વિગત સામે આવી છે, જેમાં ઈરાન ક્નેક્શન પણ બહાર આવ્યું છે.
ચોંકાવનારૂ નિવેદન
ન્યૂયોર્કની એક કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. પાકિસ્તાનના નાગરિક આસિફે જજની સામે કહ્યું હતું કે, ઈરાનની જાસૂસી સંસ્થાએ ટ્રમ્પની હત્યાના પ્લાનમાં એમને સામેલ કરી દીધો હતો. આતંકવાદી પ્રવૃતિઓ અને કોન્ટ્રાક્ટ કિલિંગનો આસિફ પર આરોપ છે. આસિફે એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાની ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક હેન્ડલરના સંપર્કમાં આવ્યો હતો. મેહરદાદ યુસુફે એપ્રિલ 2024માં એમણે અમેરિકા મોકલ્યો અને સાથે એવું કહ્યું હતું કે, કદાચ હત્યા કરવી પડે.
ત્રણ ટાર્ગેટ લોક કર્યા
આસિફે પોતાની વાત કરતા કહ્યું કે, ત્રણ સંભવિત ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. ટ્રમ્પ, જો બાઈડેન અને નિક્કી હેલી. એ સમયે ટ્રમ્પ અને બાઈડેન રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મુખ્ય ઉમેદવાર હતા. હેલી એક મહિના પહેલા જ આ રેસની બહાર નીકળી ગયા હતા. 2022 અથવા 2023માં ઈરાની જાસુસ સાથે કામ કર્યું હતું. અમેરિકાની એક્શન કામગીરીથી બચવા માટે મની લોન્ડરિંગમાં એમની મદદ કરી હતી. એ પછી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકેના ચહેરા ગણાતા વ્યક્તિઓના ડેટા ચોરવાનું અને હત્યા કરવાનું કામ સોંપાયું. મારા પરિવારને ધમકી આપવામાં આવી, ઈરાનમાં રહેતા સંબંધીઓ પર પ્રેશર ઊભું કર્યું.
મારા પાસે કોઈ ઓપ્શન ન હતો
આસિફે પોતાની વાત કોર્ટમાં મૂકતા કહ્યું કે, એ સમયે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. મારી પત્ની ત્રણ બાળકો સાથે પાકિસ્તાનમાં રહે છે. ઈરાનમાં પરિવારના અન્ય સભ્યો રહે છે. ઈરાની હેન્ડલરે સંબંધીઓના ઘરે પહોંચીને હથિયારથી ડરાવ્યા હતા, ધમકી આપી હતી. વર્ષ 2024માં ક્વિંસના એક મોટેલમાં રિપબ્લિક પાર્ટીના નેતાની હત્યા માટે કાવતરૂ ઘડતા તે FBIના છુપા કેમેરામાં કેદ થયો હતો. આ માટે 5000 ડૉલર એડવાન્સમાં અપાયા હોવાનું FBIનું કહેવું છે.
કાવતરૂ નિષ્ફળ ગયું
આસિફે જજ સામે કહ્યું હતું કે, મને ખબર હતી કે, મારી ધરપકડ થશે અને સમગ્ર કાવતરૂ નિષ્ફળ થશે. કોઈ આટલા ઓછા પૈસામાં હત્યા ન કરે. હું માનસિક રીતે તૈયાર જ હતો કે, હું પકડાઈ જઈશ અને કાયદાકીય કાર્યવાહી પણ થશે. હું અમેરિકી સરકારને આ સમગ્ર કાવતરા અંગે જાણ કરવા ઈચ્છતો હતો.
ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરવા પણ માગતો હતો. હું કોઈ આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ નથી અને કોન્ટ્રાક્ટ કિલિંગના આરોપને હું ફગાવું છું. હવે આસિફ દોષિત સાબિત થશે તો ઉંમર કેદની સજા થશે. એમના ક્રોસ ચેકિંગની તૈયારીઓ પણ થઈ ચૂકી છે.