રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા વારસદાર અનંત અંબાણી આજે ૧૦ એપ્રિલના રોજ પોતાનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જામનગરમાં બોલીવૂડના સિતારાઓની હાજરીમાં આ ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે દરેકના મનમાં પ્રશ્ન થાય છે કે દેશના આ સૌથી ધનિક યુવા અબજોપતિની જીવનશૈલી કેવી હશે અને તેઓ દરરોજ કેટલો ખર્ચ કરતા હશે?
અનંત અંબાણી ભારતની સૌથી મોટી કંપની રણાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એનર્જી અને ટેલિકોમ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમની કુલ નેટવર્થ આશરે 3.59 લાખ કરોડ રૂપિયા હોવાનો એક અનુમાન છે, જોકે, આ વિશે ઓફિશિયલ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણી આજે 10મી એપ્રિલના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે અને માત્ર અનંત જ નહીં પણ આખો અંબાણી પરિવાર તેમની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અંબાણી પરિવાર દુનિયાના સૌથી મોંઘા ઘર એન્ટિલિયામાં રહે છે.
અંબાણી પરિવારના હોમ સ્વીટ હોમ એન્ટિલિયા એટલે કે આ 27 માળની ઈમારતને મેઈન્ટેન કરવાનો જ મંથલી એક્સપેન્સ 15થી 20 કરોડ રૂપિયા છે, જેનો અર્થ એવો થાય છે કે દરરોજનો ઓપરેશનલ ખર્ચ જ રૂપિયા 50 લાખથી વધુ છે. સામાન્ય સંજોગોમાં લક્ઝરી ટ્રાવેલ, લાઈફસ્ટાઈલ અને મહેમાનગતિ પાછળ અનંત અંબાણીનો અંદાજિત રોજનો ખર્ચ રૂપિયા 20થી 30 લાખની વચ્ચે હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
અંબાણી પરિવારની સિક્યોરિટી ખૂબ જ ટાઈટ હોય છે, એમાં કોઈ શંકા નથી. એક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવાર પોતાની સિક્યોરિટી પાછળ જ દર મહિને બેથી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.
અંબાણી પરિવારની જાહોજલાલીની વાત કરીએ તો પરિવારમાં કાફલામાં રહેલાં પ્રાઈવેટ જેટના મેઈન્ટેનન્સ અને સંચાલનનો મંથલી એક્સપેન્સ જ પાંચથી દસ કરોડ રૂપિયા જેટલો થાય છે. આ ઉપરાંત, કપડાં અને જ્વેલરી પાછળ દર મહિને અંદાજે ત્રણથી પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવે છે.
વાત કરીએ અંબાણી પરિવારના ઈવેન્ટ એકદમ ભવ્ય અને શાહી હોય છે. હવે સ્વાભાવિક છે કે એટલી જ્યારે પણ અંબાણી પરિવાર કોઈ કાર્યક્રમનું આયોજન કરે છે, ત્યારે તેનો ખર્ચ આસમાને પહોંચે છે. ઈન્ટરનેશનલ પ્લાનર્સ અને સેલિબ્રિટીઝના પર્ફોર્મન્સ સાથે એક જ ઇવેન્ટનો ખર્ચ કરોડોમાં પહોંચતો હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.