Sun Jun 07 2026

Logo

અક્ષય કુમારનું એક સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ અને મળ્યું 92 ટકાનું જેટલું બમ્પર રિટર્ન...

2026-06-05 20:33:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર માત્ર ફિલ્મી પડદે જ નહીં, પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ જબરદસ્ત ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો છે. મુંબઈની એક  રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મના ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ અનુસાર અક્ષય કુમારે મુંબઈના બોરીવલીમાં આવેલા ઓબેરોય સ્કાય સિટી (પ્રોજેક્ટમાં પોતાના બે આલીશાન ફ્લેટ્સ વેચીને કરોડો રૂપિયાનો નફો કમાવ્યો છે. અક્ષયની આ બંને પ્રોપર્ટીઝ કુલ 7.1 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે.

પ્રોપર્ટીના રેકોર્ડ દર્શાવે છે કે અક્ષય કુમારે નવેમ્બર 2017 માં ઈનક્લાઇન રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ પાસેથી આ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા હતા. એ સમયે અક્ષયે મોટો ફ્લેટ ત્રણ કરોડ રૂપિયામાં અને નાનો ફ્લેટ 67.55 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, એટલે કે બંને પ્રોપર્ટીની કુલ ખરીદ કિંમત આશરે 3.69 કરોડ રૂપિયા હતી. હવે 9 વર્ષના ગાળામાં આ પ્રોપર્ટીઝ 7.1 કરોડ રૂપિયામાં વેચાતા અક્ષય કુમારને સીધો સાડા ત્રણ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે રોકાણ પર અંદાજે 92 ટકાનો શાનદાર નફો થયો છે. 

બિલ્ડિંગના ઉપરના માળે આવેલા આ બંને એપાર્ટમેન્ટ્સમાંથી મોટો ફ્લેટ 1,101 ચોરસ ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલો છે, જેને 5.75 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. આ ડીલ માટે 28.75 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે અને તેની સાથે બે પાર્કિંગ સ્લોટ પણ ઉપલબ્ધ છે. જ્યારે તે જ માળ પર આવેલો બીજો ફ્લેટ 252 ચોરસ ફૂટનો છે, જે 1.35 કરોડ રૂપિયામાં વેચાયો છે અને તેના પર ૬.૭Base લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાઈ છે. દસ્તાવેજો અનુસાર, બીજી જૂન, 2026ના રોજ સુવર્ણા રૂપેશકુમાર સકપાલ નામના ખરીદદારે આ બંને પ્રોપર્ટીઝ પોતાના નામે કરી છે.

જોકે, આ બાબતે અક્ષય કુમાર કે ખરીદદાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આ નવી ડીલથી સ્પષ્ટ થાય છે કે મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં અક્ષય કુમાર ખૂબ જ સ્માર્ટ પ્લાનિંગ સાથે રોકાણ કરીને કમાણી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, સુપરસ્ટારે ગયા વર્ષે પણ બોરીવલી ઈસ્ટના આ જ એરિયામાં પોતાની માલિકીના બે કનેક્ટેડ એપાર્ટમેન્ટ્સ કુલ 7.10 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. અક્ષય કુમારની આ રિયલ એસ્ટેટ સ્ટ્રેટેજી ખરેખર કોઈ મોટા બિઝનેસમેન જેવી જ નજરે પડી રહી છે.