Thu Apr 23 2026

Logo

2022માં કરેલી એ ભૂલ માટે આખરે અક્ષય કુમારે માંગી માફી, કહ્યું હું સાચા...

2026-04-22 20:21:50
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ ભૂત બંગલાને કારણે લાઈમલાઈટમાં છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, અક્ષય કુમારે હાલમાં 2022માં આવેલી પોતાની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને એક ખુલાસો કર્યો હતો. અક્કીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ સફળ રહી નહોતી અને તેના ફેન્સને પણ ખાસ કંઈ પસંદ આવી નહોતી. આ ફિલ્મમાં અક્ષય કુમારને તેણે લગાવેલી નકલી મૂંછ માટે ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. આવો જોઈએ અક્કીએ શું કહ્યું છે વધુમાં... 

અક્ષય કુમારની મહત્વાકાંક્ષી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, પરંતુ તેનાથી વધુ ચર્ચા તે સમયે ફિલ્મમાં અક્ષયના લુક અને તેની નકલી મૂછોને લઈને થઈ હતી. હવે લાંબા સમય બાદ અભિનેતાએ આ અંગે પોતાની ભૂલ સ્વીકારી છે અને ચાહકોની માફી માંગી છે.

ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રિલીઝ થઈ ત્યારે ઇતિહાસ સાથે છેડછાડ અને અક્ષયના લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો. ખાસ કરીને અક્ષય કુમારે અસલી મૂછો ઉગાડવાને બદલે નકલી મૂછો લગાવીને શૂટિંગ કર્યું હતું, જેને કારણે વાસ્તવિકતાનો અભાવ હોવાનો આક્ષેપ થયો હતો.

અક્ષય કુમારે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પાત્ર ભજવતી વખતે લુક પર વધુ મહેનત કરવાની જરૂર હતી. તેણે જણાવ્યું કે તે સમયે અન્ય ફિલ્મોના શૂટિંગને કારણે તે અસલી મૂછો રાખી શક્યો નહોતો. પરંતુ હવે તેને સમજાયું છે કે પ્રેક્ષકોને આ વાત પસંદ ન પડી અને તે માટે તે દિલથી માફી માંગે છે. અક્ષયે સ્વીકાર્યું કે લોકોની ટીકા સાચી હતી અને એક અભિનેતા તરીકે તેણે પોતાના પાત્ર પ્રત્યે વધુ ગંભીરતા બતાવવી જોઈતી હતી. 

વાત કરીએ અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ ભૂત બંગલા વિશે તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મે પાંચ દિવસમાં 70 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.