Wed Jul 29 2026

Logo

"કાય રેથી કેમ છો..." મરાઠી એક્ટ્રેસ સુકન્યા સુર્વે હવે બનશે ગુજરાતી વહુ! લેશે દેવાંગ તન્ના સાથે સાત ફેરા

2026-04-27 15:25:19
Author: Darshana Visaria
Article Image

મરાઠી અને હિન્દી સિરિયલોની જાણીતી અભિનેત્રી સુકન્યા સુર્વે હવે ટૂંક સમયમાં મિસીસ તન્ના બનવા જઈ રહી છે. જાણીતી ટીવી સીરિયર 'વાગલે કી દુનિયા' ફેમ સુકન્યા સુર્વે હવે એક ગુજરાતી પરિવારની વહુરાણી બનવા જઈ રહી છે, જેને કારણે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ... 

રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર જાણીતી ટીવી એક્ટ્રેસ સુકન્યા સુર્વે આગામી 30મી એપ્રિલના રોજ દેવાંગ તન્ના સાથે લગ્નબંધનમાં બંધાવવા જઈ રહી છે. સુકન્યા અને દેવાંગ બંને જણે તાજેતરમાં જ પોતાની સગાઈના સુંદર ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે અને ફેન્સ આ ફોટો અને વીડિયો પર કમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. 

સુકન્યાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેવાંગ તન્ના સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર સગાઈના ફોટા શેર કરતા ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું છે - From કાય રે? (મરાઠી)થી કેમ છો? (ગુજરાતી)... અમે અમારી ભાષાઓ જ નથી જોડી. પણ અમે અમારો નિર્ણય પણ જોડ્યો પણ છે. 

વાત કરીએ સુકન્યા સુર્વેના એન્ગેજમેન્ટ લૂકની તો સુકન્યાએ પોતાની સગાઈમાં સુકન્યાએ લીલા રંગની સુંદર સાડી, ગળામાં નેકલેસ અને હાથમાં લીલા રંગની બંગડીઓ સાથે ટ્રેડિશનલ લૂક કેરી કર્યો હતો. ફેન્સ સોશિયલ મીડિયા પર સુકન્યા સુર્વેના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી એક્ટ્રેસ સુકન્યા સુર્વેએ 'કુંકુ ટિકલી આણી ટેટૂ' જેવી મરાઠી સિરિયલ અને સબ ટીવીની જાણીતી હિન્દી ટીવી સીરિયલ 'વાગલે કી દુનિયા'માં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય સુકન્યા સુર્વેએ બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર સાથે અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે.