Fri Jul 24 2026

Logo

સુરતમાં AAPએ 75 ઉમેદવારોના નામ જાહેર કર્યા, પાયલ સાકરિયા સહિત કોને મળી ટિકિટ, જુઓ લિસ્ટ

2026-04-05 14:41:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  જેમાં પાયલ સાકરિયા, રચના હિરપરા સહિત મોટાભાગનાને રિપિટ કરવામાં આવ્યા છે.

2021માં સુરતમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ હતી. સુરતની 120 બેઠકોમાંથી બાકીની 93 બેઠકો પર ભાજપની જીત થઈ હતી.  સુરતમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

 

2021માં પાયલ સાકરિયા પાસે કેટલી હતી સંપત્તિ

2021માં પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકત હતી. તે સમયે તેની ઉંમર માત્ર 22 વર્ષ હતી. તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં હતા.

પાયલ સાકરિયાએ 50 કરતાં વધુ આલ્બમમાં કામ કર્યું છે. હિન્દી અને ગુજરાતી બન્ને આલ્બમોમાં તેણે કામ કર્યું છે. તેમણે એક મૂવીમાં પણ પોતે અભિનેત્રી તરીકે કામ કર્યું છે, પરંતુ લાકડાઉનના કારણે એ મૂવી રિલીઝ થઈ શકી નથી.