અમદાવાદઃ જૂનાગઢમાં સાઈન બોર્ડ પેઈન્ટિંગ કરી માંડ માંડ જીવતા યુવકે શાહરૂખની નકલ શરૂ કરી ને લાખોની કમાણી કરી રહ્યો છે. જેના કારણે તે હાલ ચર્ચામાં આવ્યો છે.
કોણ છે આ વ્યક્તિ
આ વ્યક્તિનું નામ ઇબ્રાહિમ કાદરી છે. તે જૂનાગઢનો રહેવાસી છે. થોડા વર્ષો પહેલા તે સાઈન બોર્ડ પેઈન્ટિંગ કરી માંડ માંડ ગુજરાન ચલાવતો હતો. તે સમયે તેની કમાણી સંપૂર્ણપણે કામ મળવા પર નિર્ભર હતી. જે દિવસે કામ મળે, તે દિવસે બે ટંકનું ભોજન સરળતાથી મળી જતું, નહીંતર ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જતું. આ દરમિયાન તેમની સાથે કંઈક એવું બન્યું, જેણે તેની આખી જિંદગી બદલી નાંખી.

આ રીતે આવ્યો જિંદગીમાં વળાંક
ઇબ્રાહિમ રાજકોટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાયેલી એક IPL મેચ જોવા ગયો હતા. સ્ટેડિયમમાં પ્રવેશતાં જ ભીડ ગાંડીઘેલી થઈ ગઈ, લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા અને ફોન કાઢીને તેમની સાથે સેલ્ફી લેવા દોડી આવ્યા. ત્યારે જ ઇબ્રાહિમને અહેસાસ થયો કે લોકો તેમને શાહરૂખ ખાન સમજી રહ્યા છે. 40 વર્ષની ઉંમરે ઇબ્રાહિમે શરૂઆતમાં આ આકર્ષણ અને લોકોના ધ્યાનની મજા માણી, પરંતુ જે બાબત ક્યારેક મજેદાર લાગતી હતી, તે ધીમે-ધીમે તેમનો વ્યવસાય બની ગઈ. આજે શાહરૂખ ખાન સાથેનો તેમનો ચહેરો અને મળતાપણું તેમને વિશ્વભરના શો સુધી લઈ જાય છે, જ્યાં તેઓ એક શો માટે ૫ લાખ રૂપિયા સુધીની ફી લે છે. આ ઓળખના કારણે જ તેઓ પ્રખ્યાત મેગેઝિનમાં પણ ચમક્યા છે.
'SRK સાથે થઈ સરખામણી'
ઇબ્રાહિમનો ચહેરો શાહરૂખ ખાન સાથે મળતો આવે છે તેવી વાતો ત્યારે પણ થતી હતી જ્યારે તેઓ પ્રોફેશનલ ડુપ્લિકેટ બન્યા ન હતા. 14-15 વર્ષની ઉંમરે મિત્રો અને પરિવારજનો અવારનવાર કહેતા કે તે શાહરૂખ જેવો દેખાય છે, પરંતુ ઇબ્રાહિમે ક્યારેય આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. વાતચીતમાં તેમણે કહ્યું કે, મેં ક્યારેય આને ગંભીરતાથી ન લીધી. આ સરખામણીથી કંટાળીને તેમણે જાણીજોઈને પોતાનો લુક બદલી નાખ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, મેં મારો લુક બદલ્યો, વજન વધાર્યું અને દાઢી રાખવાનું શરૂ કર્યું, કારણ કે SRK ત્યાં સુધી હંમેશા ક્લીન શેવ રહેતા હતા. રસપ્રદ વાત એ છે કે, પાછળથી ઇબ્રાહિમનો આ બદલાયેલો લુક શાહરૂખ ખાનના દાઢીવાળા લુક સાથે મેળ ખાવા લાગ્યો. ઇબ્રાહિમે જણાવ્યું, 2017માં જ્યારે તેમની ફિલ્મ 'રઈસ' આવી, ત્યારે તેમણે દાઢી રાખી હતી અને ત્યાર પછી લોકો મને SRK કહી-કહીને પાગલ થઈ ગયા.
કમાયા લાખો રૂપિયા
ઇબ્રાહિમ કહે છે, એકવાર હું રાજકોટમાં IPL મેચ જોવા ગયો હતો. KKR અને ગુજરાત લાયન્સની મેચ હતી. હું જેવો અંદર ગયો કે તરત જ ભીડ ગાંડી થઈ ગઈ. મેં થોડીવાર તો લોકોના આ આકર્ષણની મજા માણી, કારણ કે નવાઈ લાગતી હતી કે અજાણ્યા લોકો પણ મને એક્ટર સમજી રહ્યા છે.
કેટલો કરે છે ચાર્જ
પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. ભીડ એટલી વધી ગઈ કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ અને મારે સુરક્ષા માટે પોલીસની મદદ લેવી પડી. તે જ દિવસે ઇબ્રાહિમને સમજાઈ ગયું કે પોતાના આ ચહેરાથી તેઓ ઘણું બધું કરી શકે છે. આજે તેઓ ઇવેન્ટ્સ, સ્ટેજ શો અને પબ્લિક અપીયરન્સ માટે 1.5 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.