Wed Jun 17 2026

Logo

YouTube ઠપ! વિશ્વભરમાં લાખો યુઝર્સ હેરાન, ગૂગલે જણાવ્યું આ કારણ

2026-02-18 11:00:00
Author: Savan Zalariya
Article Image

વિશ્વના સૌથી મોટા વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મમાં વૈશ્વિક સ્તરે આઉટેજ સર્જાયું છે. વિશ્વભરમાં લાખો યુઝર્સને યુટ્યુબ એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર યુટ્યુબનો ઉપયોગ કરવામાં તકલીફ પડી રહી છે. ગૂગલે આ સમસ્યાનો નોંધ લીધી છે અને ટીમયુટ્યુબ ટીમે જણાવ્યું છે, તે આઉટેજ દુર કરવા કામ કરી રહી છે.

આઉટેજ ટ્રેક કરતી વેબ સાઈટ ડાઉનડિટેક્ટર મુજબ યુએસ, યુકે અને ભારત સહિત ઘણાં દેશોમાં લાખો યુઝર્સને યુટ્યુબની સ્ટ્રીમિંગ સર્વિસન ઉપયોગમાં તકલીફ પડી રહી છે. ડાઉનડિટેક્ટર મુજબ સૌથી વધુ યુ.એસ.માંથી 2,40,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતું અને ભારતમાંથી પણ 17,000 ફરિયાદો નોંધાઈ હતી.

ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધવનારા લગભગ 56% યુઝર્સને મોબાઈલ એપ્લિકેશનમાં સમસ્યા થઇ રહી હતી અને 17% યુઝર્સને વેબસાઇટ ઍક્સેસ કરવામાં તકલીફ પડી રહી હતી. લગભગ 15% યુઝર્સ યુટ્યુબમાં લોગિન કરી શકતા ન હતાં. યુટ્યુબ ટીવી પર વિડિઓ પ્લેબેક પણ ફેઈલ થઇ રહ્યું હોવાની જાણ કરવામાં આવી હતી. 

ટીમયુટ્યુબ ટીમેં શું કહ્યું?
ટીમયુટ્યુબ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું, "અમે જાણીએ છીએ કે કેટલાક યુઝર્સને હાલ યુટ્યુબ ઍક્સેસ કરવામાં સમસ્યા પડી રહી છે. અમારી ટીમો આનાથી વાકેફ છે, અને અમને અપડેટ્સ મળતાં  જ તમને જણાવતા રહીશું."

થોડીવાર બાદ ટીમયુટ્યુબે પોસ્ટ કરી જણાવ્યું કે "અમારી રિકમેન્ડેશન સિસ્ટમમાં સમસ્યાને કારણે YouTube પર (હોમપેજ, YouTube એપ્લિકેશન, YouTube મ્યુઝીક અને YouTube કિડ્સ સહિત) તમામ પ્લેટફોર્મ પર વિડિઓઝ દેખાઈ નથી રહ્યા."

ટીમયુટ્યુબ ટીમે જણાવ્યું કે "હોમપેજ ફરી શરુ થઇ ગયું છે,  પરંતુ અમે હજુ પણ સંપૂર્ણ સુધારા પર કામ કરી રહ્યા છીએ."

વધુ જુઓ...