Mon Aug 17 2026

Logo

ઑસ્ટ્રેલિયા ખાતે 18 ટન મખાનાનું શિપમેન્ટ

2026-08-09 19:18:58
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ભારતે બિહારથી ઑસ્ટ્રેલિયા ખાતે 18 ટન મખાનાનું શિપમેન્ટ કર્યું હોવાનું વાણિજ્ય મંત્રાલયે ગત શનિવારે એક યાદીમાં જણાવ્યું હતું. આ ક્નસાઈન્મેન્ટ માટે મખાનાનું સ્રોત બિહારનો દરભંગા જિલ્લો રહ્યો હતો. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે બિહારના મખાનાની વિશેષ ભૌગોલિક ઓળખ પ્રાપ્ત થઈ હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા વધી છે. નોંધનીય બાબત એ છે કે દેશમાં મખાનાના કુલ ઉત્પાદનમાં બિહાર 85 ટકા હિસ્સો ધરાવે છે. 

વધુમાં આ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે મખાનાનો એક અલગથી એચએસ (હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ) કોડ આપવામાં આવ્યો છે જે જુલાઈ, 2025થી અમલી બનાવવામાં આવ્યો છે. 
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં ભારતની મખાનાની નિકાસ 7000 ટનની સપાટીએ રહી હતી અને મખાનાના મૂલ્યવર્ધિત ઉત્પાદનોની નિકાસ અમેરિકા, મધ્યપૂર્વ અને આફ્રિકા સહિતનાં 20 દેશોમાં થઈ હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.