Thu Oct 01 2026

Logo
Todays horoscope

આજનું રાશિફળ (14-09-2026): આજે ગણેશચતુર્થી છ રાશિના જાતકોને ફળશે, મળશે ગૂડ ન્યૂઝ

2026-09-14 00:01:00
Author: Mumbai Samachar Team
આજનું રાશિફળ (14-09-2026): આજે ગણેશચતુર્થી છ રાશિના જાતકોને ફળશે, મળશે ગૂડ ન્યૂઝ

મેષ 
ઓફિસમાં તમારા કામમાં તમને સંતોષકારક પરિણામો મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો આગળ વધશે. તમારે વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમને આર્થિક લાભની તકો મળશે અને ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. પણ આજે તમારી મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખજો. ઘરના સભ્યો અને પાર્ટનર સાથે ટાઈમ સ્પેન્ડ કરજો. કારકિર્દી પર ફોક્સ કરવાની પણ રહેશે જરુરિયાત.

વૃષભ
આજનો દિવસ અનુકૂળ રહેશે. કાર્યસ્થળે સફળતાના સંકેતો છે. આજના શુભ દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. આર્થિક લાભની શક્યતાઓ ઊભી થઈ રહી છે. જીવનસાથી સાથે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરવાનો અવકાશ મળશે. કાર્યક્ષેત્રેમાં સફળતા મળવાની શક્યતા. કોઈ નજીકના પરિવારના સંબંધી યા મિત્ર પાસેથી ગિફ્ટ મળવાની સંભાવના છે. આરોગ્ય પણ સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે પણ ફાલતુ ખર્ચ ટાળો.

મિથુન
તમારો દિવસ સકારાત્મક રહેશે. ભૂતકાળની પરિસ્થિતિઓમાં સુધારો જોવા મળશે. આજે તમને ઘરે તમારા પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવવાની તક મળશે. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. વ્યાવસાયિક મુદ્દાઓ પર સંયમ રાખવાનું જરુરિયાત છે, જ્યારે પ્રેમ-સંબંધમાં મધુરતા રાખો. પોતાના ફેમિલી અને દોસ્તોની સાથે સમય વીતાવવાનું જરુરી છે. દિવસ રોમાંચક રહેશે. 

કર્ક 
કર્ક રાશિના લોકો માટે દિવસ શુભ છે. આજે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ભગવાન ગણેશની કૃપાથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આજના દિવસે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરવાનું ટાળજો. ટ્રાવેલ કરવાનો પ્લાન બની શકે છે. પોઝિટિવ બદલાવ જોવા મળી શકે છે. કેરિયરમાં સફળતાના યોગ છે. ઘર-પરિવારના સભ્યોની સાથે મજબૂત બોન્ડિંગ થઈ શકે.

સિંહ 
સિંહ રાશિમાં જન્મેલા લોકો માટે દિવસ સારો રહેશે. આજે, તેમ તમારા વિરોધીઓને પરાજિત કરી શકશો. તમને આર્થિક લાભ થશે. આજે તમે જૂના મિત્રોને પણ મળી શકો છો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. રોમાન્ટિક લાઈફમાં ઉથલપાથલ જોવા મળી શકે છે. પરિવારના સભ્યોની સાથે મધુર સંબંધો રહેશે. તમારા આરોગ્ય સંબંધી લક્ષણોની અવગણના કરશો નહીં.

કન્યા
આજે, તમને તમારા સંતાનો અંગે સારા સમાચાર મળી શકે છે. તમારી કોઈ એક ઈચ્છા પૂરી થઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ બાબત પર સખત મહેનત કરી રહ્યા હો, તો તમને તેનું ફળ મળશે. આજના દિવસે તમારા આરોગ્ય અને આર્થિક સ્થિતિ પણ સારી રહી શકે. લવલાઈફમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે તેનો ઉકેલ લાવવાનું યોગ્ય રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ચમકશે.

તુલા 
આજનો દિવસ તમને મિશ્ર પરિણામોનો અનુભવ થશે. પારિવારિક જટિલતાઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે માનસિક તણાવ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. પરિવારના સભ્યોની સાથે મતભેદ થવાની શક્યતા છે, જ્યારે અમુક લોકોને ટ્રિપ પર જઈ શકે છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના જાતકોને નાની-મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, પરંતુ વાતચીત કરીને ઉકેલ લાવી શકો. પ્રોફેશનલ લાઈફમાં તમારી પ્રોડક્ટિવિટી વધારી શકો. આજે, તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યામાંથી રાહત મળી શકે છે. કોઈ જૂની  ઈચ્છા પૂરી થઈ શકે છે.

ધન 
ધન રાશિના જાતકો માટે દિવસ સારો છે. આજના દિવસે તમને કાર્યસ્થળ પર વરિષ્ઠોનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. અચાનક આર્થિક લાભ થવાના સંકેતો છે. બહાર ફરવા જવાનો યોગ ઊભો થઈ શકે છે. થોડા પડકારોનો સામનો કરવો પડી શકે પણ આરામથી પાર કરી શકો. તમારા માટે આજનો દિવસ રોમાંચક પણ રહી શકે છે, જ્યારે તમારા પાર્ટનરનો પણ સાથ મળશે.

મકર
આ રાશિમાં જન્મેલા લોકોના લાંબા સમયથી અટકેલાં કામ આજે પૂરાં થઈ શકે છે. સંતાનોને લગતા સારા સમાચાર મળવાથી તમને આનંદ થશે. દિવસ ભક્તિમય પસાર થશે. આર્થિક મુદ્દે પણ લાભ મળી શકે છે. ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરવાનું લાભદાયક રહી શકે છે. પ્રેમ-સંબંધ પણ મજબૂત બનવાના મજબૂત સંયોગો ઊભા થઈ શકે.

કુંભ 
આજે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો દિવસ સારો રહેશે. જો તમને કોઈ પારિવારિક સમસ્યાઓ સતાવતી હતી, તો તેમાંથી રાહત મળી શકે છે. રોજગારમાં ફેરફાર થવાના સંકેતો છે. આજના દિવસે નાની-મોટી આર્થિક સમસ્યા ઊભી થઈ શકે. તબિયત નાંદુરસ્ત હોય તો સુધારો થવાનો અવકાશ છે. આજનો દિવસ આત્મવિશ્વાસસભર અને દૃઢ-સંકલ્પભરેલો રહેશે.

મીન
આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ભગવાન ગણેશની કૃપાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. જીવનને ખુશખુશાલ બનાવવા માટે લવલાઈફમાં ઊભી થનારી સમસ્યાનો નિકાલ લાવો. જોકે, જીવનમાં આવનારી નાની-મોટી આર્થિક પરેશાની આવી શકે પણ દૂર કરશો.

વધુ જુઓ...