Thu Aug 27 2026

Logo

થાણેમાં ઝાડ તૂટી પડતા બે  દુકાનને નુકસાન

2026-04-16 18:58:50
Author: Sapna Desai
થાણેમાં ઝાડ તૂટી પડતા બે  દુકાનને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે(પશ્ર્ચિમ)માં પાચપાખાડીમાં મંગળવારે બપોરના ઝાડ તૂટી પડતા બે ગુજરાતીની દુકાન અને એક હોટલને નુકસાન થયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ પાચપાખાડી વિસ્તારમાં ઉત્સવ હોટલ નજીક અને ત્રિવેણી સોસાયટીની સામે ચંદ્રેશ દેઢિયાની એન.એક્સ કલેકશન નામની અને અનિલ હરિયાની મહાવીર જનરલ સ્ટોર નામની દુકાન આવેલી છે.  

ગુરુવારે બપોરના લગભગ ૧.૪૯ વાગ્યાની આસપાસ વિશાળ ઝાડ તૂટીને  આ બંનેની દુકાન સહિત તેમની બાજુમાં જ રહેલી  હોટલના શેડ પર પડ્યું હતું, જેમાં હોટલના માલિક ભાવેન ઠક્કરના જણાવ્યા મુજબ હોટલના શેડ પર ઝાડ તૂટી પડતા પ્રવેશદ્વાર જ બંધ થઈ ગયો હતો. ઝાડ તૂટી પડવાને કારણે ત્રણેય માલિકોને નુકસાન થયું હતું પણ સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.  

ઘટના સ્થળે હાઈડ્રોલિક વેન સાથે ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર કંટ્રોલના કર્મચારી, પોલીસ, મહાવિતરણના કર્મચારી, ટ્રી ઓથોરિટીના અધિકારીઓ પહોંચી ગયા હતા. ઝાડ તૂટી પડવાથી સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું પણ બે દુકાન અને એક હોટલના શેડના ભારે માત્રામાં નુકસાન થયું હતું.