Sun Sep 27 2026

Logo

Sensex 75 હજારને પાર, પછી અચાનક બદલાઈ માર્કેટની ચાલ; જાણો શું થયું?

2026-09-22 10:24:00
Author: Mumbai Samachar Team
Sensex 75 હજારને પાર, પછી અચાનક બદલાઈ માર્કેટની ચાલ; જાણો શું થયું?

નવી દિલ્હીઃ વૉલ સ્ટ્રીટની તેજી અને એશિયાના માર્કેટમાં રોનક બાદ દલાલ સ્ટ્રીટમાં પણ તેજી ટકોરા મારી રહી છે. મંગળવારે માર્કેટ ગ્રીન માર્ક સાથે શરૂ થયું હતું. માર્કેટ શરૂ થતાની પહેલી પંદર મિનિટમાં જ સેંસેક્સ 75000 પોઈન્ટને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટી 23,489ને પાર થયો હતો. BSEનું 30 શેરવાળું બેંચમાર્ક ઈન્ડેક્સ સેંસેક્સ 42 પોઈન્ટ પર 74901 પર ખુલ્યો હતો.  ગ્રીન માર્ક સાથે માર્કેટ શરૂ થતા ભારતીય શેર માર્કેટ માટે મંગળવારનો દિવસ મંગલમય સાબિત થઈ શકે છે. આને એક શુભ સંકેત માનવામાં આવે છે. 22 સપ્ટેમ્બરની સવારે કારોબારની સારી એવી શરૂઆત થઈ હતી. 

વધારા સાથે માર્કેટ શરૂ
નિફ્ટી 75 પોઈન્ટના વધારા સાથે શરૂ થયો જ્યારે એશિયાના માર્કેટમાં મંગળવારે સ્થિતિ સ્થિર અને સારી જોવા મળી હતી. સોમવારે અમેરિકાની માર્કેટ વોલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી. આની એક અસર એશિયાના માર્કેટ પર જોવા મળી રહી છે એવું માર્કેટ નિષ્ણાંતોનું માનવું છે. સોમવારે સેંસેક્સ 564 પોઈન્ટ એટલે કે 0.76%ના વધારા સાથે શરૂ થયો પણ 74858 પોઈન્ટ પર બંધ થયો હતો. એક દિવસના ટ્રેન્ડ દરમિયાન ઘણા શેરમાં વધારો થતો જોવા મળ્યો હતો. નિફ્ટી 82 પોઈન્ટ સાથે આશરે 0.35ના વધારા સાથે 23429 પોઈન્ટ પર બંધ થયો હતો. માર્કેટમાં સતત ચોથા સત્રમાં આંશિક તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં ઊતાર-ચઢાવ, વિદેશી રોકાણ તથા વૈશ્વિક શેર માર્કેટમાં ચહલપહલ, ડૉમેસ્ટિક માર્કેટની એક સીધી અસરથી માગ મજબૂત બની રહી છે. આના કારણે માર્કેટમાં એક તેજીનો માહોલ જોવા મળ્યો છે. 

શરૂઆતમાં નરમ વલણ
જોકે શેરબજાર તેની શરૂઆતની તેજી બાદ થોડું નરમ પડતું જણાતું હતું, તેમ છતાં કેટલીક કંપનીઓના શેરમાં હજુ પણ તેજીનું વલણ જોવા મળ્યું હતું. BSE લાર્જ-કેપ શ્રેણીમાં, HDFC બેંક અને અદાણી પોર્ટ્સના શેરમાં 1%થી વધુનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, મિડ-કેપ શ્રેણીમાં સુંદરમ ફાઇનાન્સ (3.50%), સુઝલોન (1.80%) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના શેરમાં પણ લગભગ 1% જેટલો ઉછાળો નોંધાયો હતો. સ્મોલ-કેપ શ્રેણીની વાત કરીએ તો, HFCL (4.50%), સાંસેરા (4.30%), STL ટેક (3.30%), વોક ફાર્મા (2.90%) અને ડેટાપેટર્ન્સ (1.90%)ના શેરમાં તેજી જોવા મળી હતી. વિદેશમાંથી આવતા સકારાત્મક સંકેતો ભારતીય શેરબજારમાં આશાવાદને વેગ આપી રહ્યા હતા. 

માર્કેટમાં તેજીનો માહોલ
જ્યારે યુએસ બજારો તેજીમાં હતા, ત્યારે મોટાભાગના એશિયન બજારો લીલા રંગમાં ખુલ્યા.  ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની ગતિ ધીમી પડી રહી હોય તેવું લાગતું હતું. આ માહોલ વચ્ચે, સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં, આશરે 1,544 લિસ્ટેડ શેર લીલા રંગમાં ખુલ્યા-જે તેમના અગાઉના બંધ સત્ર કરતા વધારો દર્શાવે છે -જ્યારે 728 શેર લાલ રંગમાં ખુલ્યા, જે છેલ્લા બંધ સત્રની તુલનામાં ઘટાડો દર્શાવે છે. દરમિયાન, 163 શેર યથાવત રહ્યા, જે સ્થિર ખુલ્યા.