Thu Oct 01 2026

Logo

ડિજિટલ એરેસ્ટઃ સાયબર પોલીસ અને બેંકકર્મીએ વયસ્ક દંપતીનું 25 તોલા સોનું બચાવ્યું

2026-07-24 17:49:29
Author: Pooja Shah
ડિજિટલ એરેસ્ટઃ સાયબર પોલીસ અને બેંકકર્મીએ વયસ્ક દંપતીનું 25 તોલા સોનું બચાવ્યું

અમદાવાદઃ ડિજિટલ એરેસ્ટનો ભોગ વ્યસ્ક લોકો વધારે બનતા હોય છે ત્યારે સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસે એક સરાહનીય કામ કર્યું હતું. તેમણે એક વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટની હેરાનગતિથી સમયસર બચાવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયબર ગુનેગારોએ વૃદ્ધ દંપતીને ખોટી રીતે જાણ કરી હતી કે પતિ (રસિકભાઈ મોદી) ના આધાર-લિંક્ડ સિમ કાર્ડનો ઉપયોગ નરેશ ગોયલ તરીકે ઓળખાતા વ્યક્તિ સાથેના નાણાકીય છેતરપિંડીમાં કરવામાં આવ્યો છે. પીડિતોને ડરાવવા માટે, છેતરપિંડી કરનારાઓએ તેમને ત્રણ દિવસ સુધી સતત વિડિયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા. 

ત્યારબાદ છેતરપિંડી કરનારાઓએ દંપતીના નામ ક્લીયર કરવા માટે પૈસાની માંગણી કરી હતી. તેમણે પીડિતોને 25 તોલા સોનાને સોનાના બારમાં ઓગાળીને ₹2 લાખની ફિક્સ ડિપોઝિટ તોડીને માંગણી કરેલી રકમની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી અને કાનૂની ડર બતાવ્યો હતો. વૃદ્ધ દંપતી જ્યારે નાણાની વ્યવસ્થા કરવા માટે બેંકની શાખામાં ગયા ત્યારે એક સતર્ક બેંક કર્મચારીને તેમના ડરી ગયેલા અને વ્યથિત ચહેરા અને વ્યવહાર પર શંકા ગઈ હતી અને તેમણે સાબરકાંઠા પોલીસને જાણ કરી હતી.

સાયબરકાંઠા સાયબર ક્રાઈમે પણ એક ક્ષણ બગાડ્યા વિના ટીમને બેંક ખાતે રવાના કરી હતી. અને દંપતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. સાયબર પોલીસે તેમને ખાતરી આપી હતી કે તેઓ સાયબર કૌભાંડનો ભોગ બન્યા છે. દંપતીને પોલીસની ખાતરી પર વિશ્વાસ આવ્યો હતો. આ રીતે સાયબર ક્રાઈમ સેલ અને બેંક કર્મચારીની સતર્કતાએ દંપતીનું 25 તોલા જેટલું સોનું અને એફડી બચાવ્યા હતા.