નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ફરી ન મોકલવનો નિર્ણય કરતા પાર્ટીમાં તકરાર ઉભી થઇ છે, રાઘવ ચઢ્ઢા પાર્ટીથી નારાજ છે. આજે શનિવારે રાઘવ ચઢ્ઢાને સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો શેર કરીને “ધુરંધર" ફિલ્મની સ્ટાઈલમાં પાર્ટી પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું, "ઘાયલ હૂં, ઇસલીયે ઘાતક હૂં."
આજે શનિવારે શેર કરવામાં અવેલા એક વીડિયોમાં, પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે તેમની સામે એક ‘પૂર્વાયોજિત ઝુંબેશ' ચાલી રહી છે, આ સંયોગ નથી, પરંતુ એક સંકલિત હુમલો છે."
આમ આદમી પાર્ટીએ કારણ આપ્યું હતું કે રાઘવ ચઢ્ઢા શાસક ભાજપ પર પ્રહાર કરવાને બદલે, "સોફ્ટ ઇસ્યુ" ઉઠાવી રહ્યા છે. ગઈ કાલે રાઘવ ચઢ્ઢાએ પોતાના બચાવમાં એક વિડિઓ શેર કર્યો હતો, ત્યાર બાદ AAPના ઘણાં નેતાઓએ રાઘવ ચઢ્ઢાની ટીકા કરતા વિડીયો અને પોસ્ટ શેર કર્યા હતાં.
मैं बोलना नहीं चाहता था, मगर चुप रहता तो बार-बार दोहराया गया झूठ भी सच लगने लगता।
— Raghav Chadha (@raghav_chadha) April 4, 2026
Three Allegations. Zero Truth.
My Response: pic.twitter.com/tPdjp04TLt
‘મારે બોલવું ન હતું પણ....”
રાઘવ ચઢ્ઢાએ આજે શેર કરેલા વિડીયોમાં કહ્યું."ગઈકાલથી, મારા વિરુદ્ધ એક પ્રકારના લખાણવાળી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે - જેમાં એક જ ભાષા, એક જ વાતો અને એક જ આરોપોનો ઉલ્લેખ છે. આ કોઈ સંયોગ નથી; પણ, એક સંકલિત હુમલો છે. પહેલા, મેં વિચાર્યું કે મારે તેનો જવાબ ન આપવો જોઈએ; જોકે, પછીથી મને લાગ્યું કે જો કોઈ જૂઠાણું સો વાર બોલવામાં આવે, તો કેટલાક લોકો ખરેખર તેના પર વિશ્વાસ કરવા લાગશે. તેથી, મેં જવાબ આપવાનું નક્કી કર્યું."
રાઘવ ચઢ્ઢા એ આરોપો ફગાવ્યા:
AAPએ રાઘવ ચઢ્ઢા પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ વિપક્ષ સંસદમાંથી કે ગૃહમાંથી વોકઆઉટ કરે છે, ત્યારે રાઘવ ચઢ્ઢા ગૃહમાં જ બેઠા રહે છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "આ એકદમ જુઠ્ઠાણું છે. હું તમને ચેલેન્જ આપું છું. એક પણ દાખલો બતાવો, જ્યારે વિપક્ષે વોકઆઉટ કર્યું અને હું વોકઆઉટ કરવામાં તેમની સાથે જોડાયો ન હતો. સંસદમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવેલા છે; ફૂટેજ મેળવો અને બતાવો.”AAP એ બીજો આરોપ લગાવ્યો છે કે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો ત્યારે રાઘવ ચઢ્ઢાએ તેના પર સહી કરી ન હતી. રાઘવ ચઢ્ઢાએ આરોપને નકારી કાઢ્યો છે.