Mon Sep 28 2026

Logo

ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણથી ધરતીના પેટાળમાં હલચલ વધી! 17 વર્ષમાં 1399 ભૂકંપ નોંધાયા, સર્વેમાં થયો મોટો ખુસાલો

2026-09-19 17:59:49
Author: Vimal Prajapati
ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણથી ધરતીના પેટાળમાં હલચલ વધી! 17 વર્ષમાં 1399 ભૂકંપ નોંધાયા, સર્વેમાં થયો મોટો ખુસાલો

ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ જમીનની અંદર એવી તબાહી મચાવી છે કે જેનો અંદાજ ખુદ વિજ્ઞાનીઓને પણ નહોતો. એક તાજેતરના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, મુખ્ય ન્યુક્લિયર ટેસ્ટ સાઈટ 'પુંગયે-રી' (Punggye-ri) અને 'માઉન્ટ મંટાપ' (Mount Mantap) ની આસપાસ ભૂકંપની ફ્રીક્વન્સી સતત વધી રહી છે. સૌથી ડરાવનારી બાબત એ છે કે વર્ષ 2017 માં કરવામાં આવેલા અંતિમ પરમાણુ પરીક્ષણના વર્ષો પછી પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.   

7 વર્ષના સમયગાળા દરમિયાન 1,399 નાના-મોટા ભૂકંપ નોંધાયા

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ સંશોધનમાં વિજ્ઞાનીઓએ વર્ષ 2008 થી 2025 સુધીના ભૂગર્ભીય ડેટાનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. આ 17 વર્ષના સમયગાળા દરમિયાન માઉન્ટ મંટાપની આસપાસ કુલ 1,399 નાના-મોટા ભૂકંપ રિકોર્ડ કરવામાં આવ્યા છે. આ વિસ્તાાર છેલ્લા 2,000 વર્ષોથી ભૂકંપની દ્રષ્ટિએ સંપૂર્ણ શાંત અને સુષુપ્ત રહ્યો હતો. ચીન અને કોરિયાના 2,000 વર્ષ જૂના ઈતિહાસમાં આ પહાડ નજીક કુદરતી ભૂકંપની કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. પરંતુ 2006 થી 2017 દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા 6 વિશાળ ભૂગર્ભ પરમાણુ વિસ્ફોટોએ આખી ભૂગોળ બદલી નાખી છે.   

2017ના ધમાકા બાદ પહાડનું કેન્દ્ર બદલાયું

સામાન્ય રીતે પરમાણુ વિસ્ફોટ બાદ થતા આંચકા થોડાક અઠવાડિયામાં શાંત થઈ જતા હોય છે, પરંતુ અહીં બિલકુલ ઊલટું થઈ રહ્યું છે. સપ્ટેમ્બર 2017 નો હાઈડ્રોજન બમ્બ ટેસ્ટ આ સૌથી મોટો ધમાકો હતો, જેના કારણે રિએક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે આ ધમાકાથી પહાડની અંદર આવેલી ગુફાઓ અને ટનલો ધસી પડી અને પહાડની ટોચનું બંધારણ લગભગ 3 મીટર સુધી ખસી ગયું હતું. 

શા માટે અટકતા નથી ભૂકંપ?

દક્ષિણ કોરિયા અને ચીનના સંશોધકોના જણાવ્યા પ્રમાણે 2017 ના ધમાકા પછી માઉન્ટ મંટાપના પેટાળની જમીન પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નથી. પહાડની નીચે સદીઓથી શાંત રહેલી બે મોટી દરારો (Fault Lines) સક્રિય થઈ ગઈ છે. વિસ્ફોટના કારણે ચટ્ટાનોમાં તિરાડો પડી છે, જેમાં ભૂગર્ભ જળ ભરાઈ રહ્યું છે. આ પાણીના કારણે અંદરના ખડકો એકબીજા પર લપસી રહ્યા છે, જેના પરિણામે સતત 2 થી 3.4 ની તીવ્રતાના ભૂકંપ આવી રહ્યા છે. વિજ્ઞાનીઓ ચેતવણી આપી રહ્યા છે કે ભવિષ્યમાં જો આ ફોલ્ટ લાઈન્સ એકસાથે વધુ ખસશે, તો આ વિસ્તારમાં વધુ તીવ્રતાનો કુદરતી ભૂકંપ પણ આવી શકે છે.