નવી દિલ્હીઃ સાઉદ અરેબિયા પાસે મક્કા નજીક થયેલા ડ્રોન હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે. ભારતે પણ આ હુમલાની નિંદા કરી છે. આ સાથે એવું પણ કહ્યું કે, ભારત સાઉદી અરેબિયાના સંપ્રભુ ક્ષેત્ર પર હુમલો થયો છે. આ ચિંતાજનક મુદ્દો છે. આ સાથે આ પ્રકારની ગતિવિધિઓની પણ ભારત નિંદા કરે છે. આનાથી નાગરિકોનો જીવ અને પરંપરાગત ઢાંચાને જોખમ ઊભું થયું છે. મંત્રાલયે કહ્યું કે, આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કારણ કે, દુનિયાભરના મુસ્લિમો આ શહેરને ખૂબ પવિત્ર માને છે એ શહેર પર હુમલો થયો છે.
ડ્રોન હુમલો ચિંતાજનક
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મક્કા પાસે થયેલા હુમલા અંગે મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, મક્કા પાસે થયેલો ડ્રોન હુમલો ચિંતા પ્રેરે છે. ભારત સાઉદી અરબિયા પાસે થયેલા મક્કા ક્ષેત્રના હુમલાની નિંદા કરે છે. દુનિયાભરના મુસ્લિમો આ શહેરને ખાસ મહત્ત્વ આપે છે. આપણે આશા કરીએ છીએ કે, આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા બની ફરી બની રહે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઉમેર્યું હતું કે, આપણા વિદેશમંત્રી બ્રિકસ શિખર સંમલેન દરમિયાન સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે પણ બેઠક કરી હતી.
આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. કેટલીક ક્ષેત્રીય ઘટનાક્રમની સાથે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે હૂતીનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો. સાઉદી અરેબિયા પર હૂતીઓ દ્વારા જે હુમલો થયો જેની અમે નિંદા કરીએ છીએ. રાતા સમુદ્રના વિસ્તારમાં જે રીતે સ્થિતિ બગડતી દેખાઈ રહી છે એને લઈ અમે પણ પરેશાન છીએ. સાઉદીની સંપ્રભુતા પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. જેમાં નાગરિકતા માટે જરૂરી એવા ઢાંચાને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
Our response to media queries regarding the drone attack near Makkah ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) September 16, 2026
🔗 https://t.co/l3qVpApFa3 pic.twitter.com/2bXH7fzijo
ભારતે કરી નિંદા
આ પ્રકારના હુમલા ક્ષેત્રીય સ્થિરતાને અને શાંતિને ભંગ કરે છે. બાબ અલ અંદેબ સ્ટ્રેટના રસ્તે નેવિગેશનની આઝાદી એક જોખમ ઊભું કરે છે. આ સ્વીકાર્ય નથી. અમને એવી આશા છે કે, આ વિસ્તારમાં ટૂંક જ સમયમાં શાંતિ ફરી સ્થપાય અને સ્થિરતા યથાવત રહે. સાઉદી અરેબિયા અને હૂતીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. હૂતીઓએ દક્ષિણ સાઉદી અરેબિયામાં મિસાઇલ અને ડ્રોન દ્વારા નવા હુમલા શરૂ કર્યા છે, જેમાં ખમીસ મુશૈત, અભા અને તાઈફ જેવા શહેરોમાં નાગરિક અને લશ્કરી વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
આ હુમલાઓમાં 13 નાગરિકો ઘાયલ થયા હતા અને ઘરોને નુકસાન થયું હતું. અહેવાલો મુજબ કિંગ ખાલિદ એર બેઝ નજીક આગ લાગવાની ઘટના પણ બની હતી. આ સંઘર્ષની અસર સાઉદી અરેબિયાની ઊર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર પણ જોવા મળી રહી છે. હૂતીઓએ લાલ સમુદ્ર અને બાબ અલ-મંદબની સામુદ્રધુની (સ્ટ્રેટ) નજીકના વિસ્તારોમાં તેમની ગતિવિધિઓ વધારી દીધી છે.
પ્રવાસીઓની સુરક્ષા એ જ પ્રાથમિકતા
આ દરમિયાન, સાઉદી અરેબિયાએ હૂતીઓ દ્વારા મક્કા તરફ છોડવામાં આવેલા ડ્રોનને અટકાવીને તોડી પાડવાનો દાવો કર્યો છે. તાજેતરના ડ્રોન હુમલાઓને પગલે યાનબુ બંદર પર તેલ લોડિંગ કામગીરી પણ સ્થગિત કરવામાં આવી છે. સાઉદી અરેબિયાએ હૂતીઓના હુમલાઓ સામે મજબૂત લશ્કરી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારબાદ, સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને પશ્ચિમ અને ઉત્તર યમનમાં હુથીઓના સ્થાનો પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા છે. દરમિયાન, અમેરિકાએ સાઉદી અરેબિયા માટે તેની મુસાફરી સલાહને સ્તર 3 સુધી વધારી દીધી છે, જેમાં નાગરિકોને દેશની મુસાફરી પર પુનર્વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે.