Wed Sep 16 2026

Logo

ભારતના સૌથી મોટી ઉંમરના ક્રિકેટરનું નિધન

2026-04-09 21:32:15
Author: Ajay Motiwala
ભારતના સૌથી મોટી ઉંમરના ક્રિકેટરનું નિધન

ચેન્નઈ: ભારત વતી આઠ ટેસ્ટ રમનાર દેશના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર ચિન્ગલપુટ દોરાઇક્નનુ ગોપીનાથ (સી. ડી. ગોપીનાથ)નું 96 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓ ક્રિકેટ જગતના બીજા નંબરના સૌથી મોટી વયના ખેલાડી હતા. તેઓ ચેન્નઈના હતા. તેમણે 1951થી 1960 દરમ્યાન આઠ ટેસ્ટમાં 242 રન કર્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી.

ગોપીનાથે (Gopinath) એકમાત્ર હાફ સેન્ચુરી (અણનમ 50) 1951માં બ્રેબર્ન સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ (test)માં ફટકારી હતી. ત્યારે વિજય હઝારે ભારતના અને નાઇજેલ હાવર્ડ ઇંગ્લૅન્ડના સુકાની હતા. ઑસ્ટ્રેલિયન-લેજન્ડ નીલ હાર્વી (97 વર્ષ) હાલમાં ક્રિકેટ જગતના ઑલ્ડેસ્ટ ક્રિકેટર છે.

સી. ડી. ગોપીનાથના અવસાન બાદ હવે મુંબઈના ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી ચંદ્રકાન્ત પાટણકર ભારતના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર છે.