Mon Nov 02 2026

Logo

એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો હૉસ્ટેલની રૂમમાં આપઘાત...

2026-10-21 19:39:56
Author: Yogesh C. Patel
એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો હૉસ્ટેલની રૂમમાં આપઘાત...

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ: સરકાર સંચાલિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલૉજી (આઈસીટી)માં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ માટુંગામાં આવેલી હૉસ્ટેલમાંની રૂમમાં કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સિદ્ધેશ પાટીલ (19) તરીકે થઈ હતી. નાશિકના વતની પાટીલની ડિપ્રેશનની સારવાર ચાલતી હતી.પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીએ મંગળવારની રાતે તેના સાઈકિયાટ્રિસ્ટને ‘આત્મહત્યા કરવાની ઇચ્છા થઈ રહી છે’ એવા મતલબનો મેસેજ કર્યો હતો.

મેસેજ મળતાં જ ડૉક્ટરે તાત્કાલિક પાટીલના પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારજનોએ પાટીલના હૉસ્ટેલ ફ્રેન્ડ્સને કૉલ કરીને તેની રૂમમાં તપાસ કરવાની વિનંતી કરી હતી. જોકે મિત્રો પાટીલની રૂમમાં પહોંચે તે પહેલાં તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

આ મામલે માટુંગા પોલીસે એડીઆર નોંધ્યો હતો. પોલીસ ચોક્કસ ઘટનાક્રમની તપાસ કરી રહી છે. પોલીસ પાટીલના મોબાઈલ ફોનની પણ ચકાસણી કરી રહી છે. (પીટીઆઈ)