સુરત: ગુજરાતની સુરતની કોર્ટે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપને હાજર થવા વોરંટ ઇસ્યુ કર્યો છે. અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ મુદ્દે કરેલી ટિપ્પણી બાદ સુરત કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં કોર્ટે સમન્સ અને હાજર થવા માટે જાહેર નોટિસ પણ પાઠવી હતી. તેમ છતાં તે કોર્ટમાં હાજર નહોતા થયા. તેની બાદ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યો છે. તેમજ આ કેસની આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરના રોજ થશે.
કશ્યપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી
આ સમગ્ર વિવાદ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની સોશિયલ મીડિયા ટિપ્પણી સાથે જોડાયેલો છે. જેમાં ફિલ્મ જુડેના જાતિગત વિવાદ પર ચર્ચા દરમિયાન અનુરાગ કશ્યયે યુઝર્સને જવાબ આપ્યો હતો. જેમાં બ્રાહ્મણ સમાજને લઈને આપત્તિજનક ટીપ્પણી કરી હતી. આ નિવેદન પ્રકાશમાં આવતા જ દેશભરના બ્રાહ્મણ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેમજ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તેમજ અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
વાંધાજનક ટીપ્પણી બદલ માફી માંગી હતી
જોકે, વિવાદ વધતા અનુરાગ કશ્યપે સ્પષ્ટતા કરી હતી કે તેમની વાતને ખોટા સંદર્ભ સાથે જોડવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા પર પોતાની વાંધાજનક ટીપ્પણી બદલ માફી માંગી હતી. જોકે, તેમ છતાં, ધાર્મિક અને સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના સુરતમાં તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતની નોંધ લેતા સુરતની ટ્રાયલ કોર્ટે અનુરાગ કશ્યપને સમન્સ ઇસ્યુ કર્યું હતું. ત્યારબાદ કોર્ટે એક જાહેર નોટિસ પણ બહાર પાડી હતી. આમ છતાં અનુરા કશ્યપ કોર્ટમાં હાજર નહોતા થયા.