Thu Nov 19 2026

Logo

થાણેમાં ઇલેક્ટ્રિકલ શોપ અને બાઇક સર્વિસ સેન્ટરમાં આગ

2026-11-02 18:42:35
Author: Sapna Desai
થાણેમાં ઇલેક્ટ્રિકલ શોપ અને બાઇક સર્વિસ સેન્ટરમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણે પશ્ર્ચિમમાં વાગલે એસ્ટેટમાં સોમવારે બપોરે એક ઇલેક્ટ્રિકલ શોપ અને બાઇક સર્વિસ સેન્ટરના પરિસરમાં આગ લાગી હતી, જેમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો, રસાયણો અને દસ્તાવેજોને નુકસાન થયું હતું. આ ઘટનામાં સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી. 

થાણે પશ્ર્ચિમના વાગલે એસ્ટેટ વિસ્તારના કેની નગરમાં બપોરે ૧૨.૫૯ વાગ્યે આગ લાગી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર દુકાન અને સર્વિસ સેન્ટરના પરિસરના મેઝેનાઇન ફ્લોર પર સંગ્રહિત પ્લાસ્ટિક શેડ અને દસ્તાવેજો આગની લપેટમાં આવી ગયા હતા.  દુકાન અને સર્વિસ સેન્ટરના પરિસરમાં આઇસોફથાલિક પોલિએસ્ટર રેઝિન કેમિકલ અને ઇપોક્સી પોલીયુરેથીન પેઇન્ટ ધરાવતા ડ્રમ, ઇલેક્ટ્રિક કોઇલ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. મેઝેનાઇન ફ્લોરનો સ્લેબ પણ તૂટી પડ્યો હતો, જેના કારણે વધુ નુકસાન થયું હતું.

ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં આણી  હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.