નવી દિલ્હીઃ ગ્લાસગોમાં યોજાયેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાં 90 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અંગેનો કિસ્સો યાદ કર્યો હતો. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે જણાવેલી ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
ભારતીય બોક્સરે જણાવ્યું હતું કે તેના એક પાકિસ્તાની હરિફે કહ્યું હતું કે તેને "નરેન્દ્ર" નામથી નફરત થઈ ગઈ છે. માંડવિયાએ ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે પાકિસ્તાનમાં ‘નરેન્દ્ર’ના નામનો ડર છે. તેઓ એ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન બરવાલે જણાવી હતી.
ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 90 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર નરેન્દ્ર બેરવાલે અન્ય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે રવિવારે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
#WATCH | "Pakistani boxer said to me 'Aapka naam Narender hai, aapke coach ka naam Narender hai, aapke Pradhan Mantri ka naam Narendra hai. Mujhe Narendra naam se nafrat ho gayi hai'..." says Heavyweight boxer and silver medallist Narender Berwal narrating his conversation with a… pic.twitter.com/qvmwO5D2sz
— ANI (@ANI) August 10, 2026
વાતચીતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં નરેન્દ્ર બેરવાલ 2015 વર્લ્ડ મિલિટરી ગેમ્સમાં એક પાકિસ્તાની બોક્સર સાથે જોડાયેલી ઘટના વડાપ્રધાનને કહી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની પ્રતિસ્પર્ધીને હરાવ્યા પછી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બરવાલે કહ્યું કે પાકિસ્તાની બોક્સરે પછી કહ્યું કે તેનું નામ નરેન્દ્ર છે, તેના કોચનું નામ પણ નરેન્દ્ર છે અને ભારતના વડાપ્રધાનનું નામ નરેન્દ્ર છે. મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને અન્ય ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા.
નરેન્દ્ર બરવાલ ગ્લાસગોથી મેડલ લઈને પાછા ફરેલા 10 ભારતીય બોક્સરોમાંનો એક હતો. ભારતે બોક્સિંગમાં સાત ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા, જે કોમનવેલ્થ ગેમ્સમાં આ રમતમાં તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેકોર્ડ છે.