મુંબઈઃ હુમા કુરૈશીએ પોતાની ફિલ્મ કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરીને સફળતા મેળવી છે. એના દરેક પાત્ર ખૂબ જ યુનિક રહ્યા છે અને પાત્રમાં તેની એક્ટિંગના વખાણ ફેન્સ કરી રહ્યા છે. ઈમાનદારીથી દરેક પાત્ર સાથે ન્યાય કરીને હુમા કુરૈશી હંમેશાં પોતાની એક્ટિંગને કારણે ચર્ચામાં રહી છે.એક્ટ્રેસના ડેડિકેશન, કમિન્ટમેન્ટ અને એક્સપ્રેશનની દરેક પાસામાં ચર્ચા થઈ રહી છે. એ પછી ફિલ્મ 'ગૅંગ ઓફ વાસેપુર' હોય કે વેબસિરીઝ 'મહારાણી'. દરેક ફિલ્મી પ્રોજેક્ટમાં તેની પ્રેઝન્સ ખૂબ પર અસરકારક રહી છે. પોતાની પર્સનલ લાઈફમાં તે હજુ સુધી સિંગલ રહી છે. તાજેતરમાં આપેલી એક ખાસ મુલાકાતમાં કુરૈશીએ પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલી વાત શૅર કરી હતી.
ક્યારે કરશે લગ્ન?
લગ્નના વિષય પર તેણે રિએક્ટ કરતા વાત કરી હતી કે, મારા માતાનો પણ આ જ સવાલ હોય છે, આનો મારી પાસે અત્યારે કોઈ જવાબ નથી. જ્યારે લગ્ન થવાના હશે ત્યારે થઈ જશે. મારી પાસે કરવા માટે ઘણા બધા કામ છે. આ વર્ષ હું ખૂબ જ વ્યસ્ત છું અને હાલના સમયમાં મારા કામ પર જ ફોક્સ કરી રહી છું. હુમા હાલમાં 40 વર્ષની છે અને 14 વર્ષથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. આ દરમિયાન એનું નામ રચિત સિંહ સાથે ચર્ચામાં રહ્યું હતું. રચિત સિંહ એક એક્ટિંગ કોચ છે. આ અફવાનું ખંડન કરતા હુમાએ જવાબ આપ્યો હતો. આ નામને ફગાવી દીધુ અને સ્પષ્ટતા જરૂરી કરી દીધી હતી. હવે એક્ટ્રેસ નવી વેબસિરીઝ મહારાણીની નવી સિરીઝમાં જોવા મળશે. આ માટેનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. હાલમાં એ શેડ્યુલ કેટલો રહ્યો અને ક્યાં સુધીનું કામ પૂર્ણ થયું એ અંગે ખાસ કોઈ વિગત નથી પણ આ સિરીઝમાં તે એક નવા અંદાજમાં જોવા મળશે.
Toxic
આવકનો બીજો સ્ત્રોત
આ સિરીઝ આગામી વર્ષે સ્ટ્રિમ થઈ શકે છે.આ સિવાય તે યશની નવી ફિલ્મ ટોક્સિમાં જોવા મળવાની છે. અહીંયા પણ તેનો રોલ અત્યાર સુધીના પાત્ર કરતા સૌથી અલગ રહેવાનો છે. આ ઉપરાંત પૂજા મેરી જાન અને ગુલાબી જેવા ફિલ્મી પ્રોજેક્ટ ઉપર પણ કામ કરી રહી છે. આ વિશે હાલમાં તો કોઈ અપડેટ આપી નથી પણ આવનારા દિવસોમાં આ બન્ને પ્રોજેક્ટમાં તેનો રોલ એક પાયોનિયર હોવાનું માનવામાં આવે છે. બોલીવુડમાં ફિલ્મો સિવાય અને ઈન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ સિવાય વાત કરવામાં આવે તો રેવન્યૂ સોર્સ તરીકે હુમા પાસે એક બ્રાન્ડેડ રેસ્ટોરા છે. જે દિલ્હીમાં ચાલી રહ્યું છે. ફૂડ ઈન્ડસ્ટ્રીમાં તેણે સારૂ એવું રોકાણ કરીને દિલ્હીમાં પૈસા રોક્યા છે. જેની સામે આ રેસ્ટોરાં થકી તેને સારી એવી રેવન્યૂ પણ મળી રહી છે.