નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 76 મો જન્મદિવસ દેશવાસીઓ દીપોત્સવ દ્વારા મનાવી રહ્યા છે. નેતાથી લઈને અભિનેતા સુધી અને સામાન્ય પ્રજાથી લઈને સ્પોર્ટ્સ પર્સન સુધી તમામ લોકો સોશિયલ મીડિયા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ સાથે દેશની પ્રગતિ, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ, વૈશ્વિક ફલક પર ભારતની સફળતા અને શિખર સુધી જવાના બહુવિધ સંકલ્પોની ઝાંખીને યાદ કરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા ત્યાંથી શરૂ થયેલી રાજકીય સફર વડા પ્રધાનના પદ સુધી પહોંચી છે. એ પહેલા પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથેની સમાજસેવાની પ્રવૃતિ સાથે 13 વર્ષની ઉંમરે જોડાયા ત્યારથી સેવાની જ્યોત હજુ સુધી પ્રજ્વલિત છે.
13 CM તરીકે અને 12 વર્ષ વડાપ્રધાન પદે
વડા પ્રધાન પદ પર એમના સુશાસનને 12 વર્ષ થયા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ સુધી રહ્યા એ સાથે તેમણે નેતૃત્વ સાથે શાસન પ્રણાલીમાં જરૂરી એવા ફેરફાર આજે માઈલસ્ટોન બની રહ્યા છે. આ તમામ વર્ષોમાં સતત થતી પ્રગતિ અને બદલતા વર્ષો સાથે એમી સેલેરીમાં પણ મોટો ફેરફાર થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા એ સમયે એમની સેલેરી ₹58,521 રહી હતી. એ સમયે વાર્ષિક સેલેરી પેકેજ ₹7,02,260નું હતુ. મુખ્યમંત્રી તરીકે રહ્યા હોય એ સમયે પૈસા માત્ર સેલેરી તરીકે મળતી રકમ સુધી મર્યાદિત નથી હોતા. આ સાથે કેટલાક ભથ્થા અને સરકારી સુવિધાઓ પણ મળે છે. આ માટે પણ અલગથી ગણતરી થતી હોય છે. હાલમાં તેઓ દેશના વડા પ્રધાન છે. એમનું માસિક વેતન ₹1 લાખ છે. આ સિવાય વડા પ્રધાન તરીકે ₹3000 પ્રતિમાસ એક સત્કાર ભથ્થુ મળે છે. સરકારી આવાસ, પ્રવાસ ભથ્થુ અને અન્ય સુવિધાઓથી એમની તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ જાય છે. મુખ્યમંત્રી તરીકે હતા એ સમયે અને વડા પ્રધાન બન્યા એ પદ સુધી કુલ ₹41,479 તો રકમ તફાવત સ્પષ્ટ થયો છે.
કેશ કેટલી હતી એ સમયે?
આ પરથી એટલી ગણતરી કરી શકાય કે, વડા પ્રધાન મોદીની સેલેરીમાં બેઝિક લેવલ પર નોંધપાત્ર વધારો થયો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 70 ટકાનો વધારો થયો છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં એમની સેલેરી ₹166,000 હોવાનું માનવામાં આવે છે. આ સિવાય સાંસદ તરીકેનું ભથ્થુ મળે છે અને આવાસ પર અન્ય પણ કેટલીક સુવિધાઓ એમને મળવા પાત્ર છે. ડેઈલી એલાઉન્સ અને અન્ય જરૂરી ભથ્થાની ગણતરી કરવામાં આવે તો અંદાજે આંકડો ₹50,000 સુધી પહોંચે છે. વાર્ષિક વેતનની વાત કરવામાં આવે તો આ આંકડો અંદાજે ₹19,00,000 સુધી પહોંચે છે. મોદીના આવાસ પર જ એક ક્ષેત્ર એવું છે જ્યાંથી તેઓ ઓફિસની જેમ જ કામ કરી શકે છે.
આ ઉપરાંત દિલ્હીમાં જ જે તે વિસ્તારમાં જવા માટે જે તે પ્રસંગોમાં જોવા મળતી કાર કરતા અલગ કારનો ઉપયોગ તેઓ કરતા રહે છે. આ ઉપરાંત ઉચ્ચ કક્ષાની મેડિકલ સર્વિસ પણ મળે છે. આ માટે ખાસ વ્યવસ્થા હોય છે. જરૂર પડે તો એક ટીમ એમની કચેરીએ રવાના થાય અને જરૂર પડે તો આવાસ ઉપર પણ સ્ટેન્ડ ટુ રહે છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે પ્રકાશિક એક રિપોર્ટ અનુસાર એમની પાસે એ સમયે ₹52,920 કેશ રકમ હતી. આ ઉપરાંત વડા પ્રધાન પદે રહ્યા બાદ જે કંઈ ગિફ્ટ મળે છે એમની ચોક્કસ સમયે હરાજી કરવામાં આવે છે અને લોકહિતાર્થે એ રકમને ખર્ચવામાં આવે છે.