Tue Sep 15 2026

Logo

સાવધાન: ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ખામીને લઈને યુઝર્સ માટે સિક્યુરિટી એલર્ટ જાહેર

2026-03-10 21:48:33
Author: Chandrakant Kanoja
સાવધાન: ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ખામીને લઈને યુઝર્સ માટે સિક્યુરિટી એલર્ટ જાહેર

નવી દિલ્હી : ભારત માં કરોડો ઇન્ટરનેટ  યુઝર્સને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે. ભારત સરકારી સાયબર સિક્યુરિટીની સંસ્થા સીઇઆરટી-ઇને(CERT-In) ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જોખમી સિક્યુરિટી ખામીને લઈને યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્ય છે.  આ અંગે એજન્સીએ કહ્યું છે કે જો તમે તમારા બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ નહીં કરો તો હેકર્સ તમારી સિસ્ટમને નિશાન બનાવી શકે છે.

હેકર્સ યુઝર્સની સિસ્ટમ પર રિમોટ કોડ એક્ઝિક્યુશન કરી શકે

CERT-In મુજબ, ગૂગલ ક્રોમના ડેસ્કટોપ વર્ઝનમાં ઘણી સુરક્ષા ખામીઓ મળી આવી છે. આ ખામીઓ Windows, macOS અને Linux પર ચાલતા ક્રોમ બ્રાઉઝર્સને અસર કરી શકે છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો હેકર્સ યુઝર્સની સિસ્ટમ પર રિમોટ કોડ એક્ઝિક્યુશન કરી શકે છે. જેનો અર્થ છે કે ગમે ત્યાંથી ડિવાઈસનું  નિયંત્રણ મેળવી શકે છે.

હેકર્સ  ડિવાઈસ  પર માલવેર ઇન્સ્ટોલ કરી શકે

એજન્સી અનુસાર, આ ખામીઓ ક્રોમના ચોક્કસ કોમ્પોનન્ટમાં જોવા મળી છે.જેમ કે મીડિયા પ્રોસેસિંગ અને ડેવલપર ટૂલ્સ જેના લીધે ડેટા ચોરી, સિસ્ટમ ક્રેશ અથવા અનધિકૃત ઍક્સેસનું જોખમ વધી શકે છે.તેમજ હેકર્સ એકવાર  સિસ્ટમ એક્સેસ મેળવી લે છે. તેની બાદ  હેકર્સ તમારા ડિવાઈસ  પર માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે. તેમજ  સંવેદનશીલ ડેટા ચોરી શકે છે અથવા સિસ્ટમનું સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે.