Sat Nov 07 2026

Logo

મોક પાર્લામેન્ટ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહનો પ્રહાર, કહ્યું રાહુલ ગાંધી સાથે SIR મુદ્દે ચર્ચા માટે તૈયાર

2026-11-03 20:08:46
Author: Chandrakant Kanoja
મોક પાર્લામેન્ટ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહનો પ્રહાર, કહ્યું રાહુલ ગાંધી સાથે SIR મુદ્દે ચર્ચા માટે તૈયાર

રાયપુર: દેશમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. તેમજ હાલમાં ઇન્ડી ગઠબંધન દ્વારા મોક પાર્લામેન્ટમાં સીઇસી વિરુદ્ધ  જન મહાભિયોગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે મુદ્દે  છત્તીસગઠમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષ આકરા પ્રહાર કર્યા છે. તેમજ કહ્યું છે સરકાર આ મુદ્દે રાહુલ ગાંધી  સાથે ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવા પણ તૈયાર છે. 

સંસદને કામ કરવા દો અને યોગ્ય ચર્ચા થવા દો

આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,  કોંગ્રેસ પક્ષે હંમેશા ગેરબંધારણીય સરકારો અને સમાંતર સંસદોને સમર્થન આપ્યું છે. તેમણે  મોક પાર્લામેન્ટ ઉભી કરીને તેમણે વાસ્તવિક સંસદની મજાક ઉડાવી છે. રાહુલ ગાંધી હું તમને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર SIR સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. તેની માટે  વિશેષ સત્ર બોલાવવા પણ તૈયાર છીએ. તેમજ ટકોર કરી કે સંસદને  યોગ્ય ચર્ચા સાથે કામ કરવા દો.

અટલજીના વારસા પર ગર્વ

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમને અટલજીના વારસા પર ગર્વ  છે. તેમજ આજનો દિવસ ગર્વ, સિદ્ધિ અને સંકલ્પનો દિવસ છે. તેમજ પીએમ મોદી અને  વિષ્ણુ દેવજીના નેતૃત્વમાં અમારો સંકલ્પ એક વિકસિત છત્તીસગઢનું નિર્માણ કરવાનો છે.