Sat Aug 29 2026

Logo

ફિલ્મ 'ડોન-3'માં હવે રણવીર સિંહનું રિપ્લેસમેન્ટ કોણ કરશે? સરપ્રાઈઝ પર ફિલ્મ નિર્મતાઓનું મૌન

2026-05-27 20:35:08
Author: Mumbai Samachar Team
ફિલ્મ 'ડોન-3'માં હવે રણવીર સિંહનું રિપ્લેસમેન્ટ કોણ કરશે? સરપ્રાઈઝ પર ફિલ્મ નિર્મતાઓનું મૌન

મુંબઈઃ ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન-3'માં કામ કરવાની રણવીર સિંહે ના પાડી દીધી છે. આ ફિલ્મ બોલિવૂડમાં થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એપ્લોય સંસ્થાએ એના પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે. આ માહોલ વચ્ચે હવે ફેન્સ એ જાણવા આતુર છે કે, ફરહાન અખ્તરના આ પ્રોજેક્ટમાં 'ડોન'ની જગ્યા કોણ લેશે. ફરહાન અખ્તરની ફિલ્મ 'ડોન-3'નું શુટિંગ શરૂ થાય એના ત્રણ અઠવાડિયા પહેલા રણવીરે આ ફિલ્મમાંથી સ્ટેપબેક કરી લીધું હતું. આ મુદ્દે ફરહાને ફેડરેશનના દ્વાર ખખડાવ્યા હતા અને કેસ કર્યો હતો. ફેડરેશને પણ રણવીર સિંહ સામે નોન કૉપરેશનની નોટીસ ફટકારી હતી. 

ડોન તરીકે કોનો ચહેરો?

'ડોન' ફ્રેન્ચાઈઝીની વાત કરવામાં આવે તો ફેન્સ એ જાણવા આતુર છે કે, રણવીર સિંહની જગ્યા કોણ લેશે? આ પહેલા 'ડોન' ફિલ્મમાં પહેલા અમિતાભે અભિનય કર્યો હતો એ પછી 'ડોન'ની બીજી એડિશન ફિલ્મમાં શાહરૂખ ખાને અભિનય કર્યો હતો. હવે નવા 'ડોન' તરીકે કોનો ચહેરો ફિક્સ થશે એના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વર્ષ 1978માં આવેલી પહેલી 'ડોન' ફિલ્મમાં અમિતાભની સાથે ઝીનતે લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. એ પછી 'ડોન' સીરિઝની નવી ફિલ્મ 2006માં આવી હતી. જેમાં શાહરૂખ ખાને લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, અર્જુન રામપાલ, બોમન ઈરાની અને કરીના કપૂરે લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ પણ ફરહાન અખ્તરે બનાવી હતી. હવે ચર્ચા એવી છે કે, રણવીર સિંહની જગ્યાએ રીતિક રોશન પર પસંદગી ઊતરી શકે છે. 

બિગ બજેટની ફિલ્મ ગણાશે

મીડિયા રિપોર્ટ અનુસાર રણવીર સિંહ અને મેકર્સ વચ્ચે તણાવ વધતા રીતિક રોશનનો સંપર્ક કર્યો હતો. હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પણ ચર્ચા એવી છે કે, છેલ્લી ઘડીએ રીતિકને આ પ્રોજેક્ટ મળી શકે છે. જો આવું થયું તો માર્ફેક્સ પ્રોડક્શન હાઉસની 'ફાઈટર' ફિલ્મ બાદ આ 'ડોન-3' ફિલ્મ રીતિકની બિગ બજેટની ફિલ્મ ગણાશે. આ માટે હજું ફેડરેશનના નિર્ણય અને રણવીર સિંહના નિવેદનની રાહ જોવી પડશે. આ માટે હજું સુધી મેકર્સ તરફથી કોઈ પ્રકારની સત્તાવાર ચોખવટ કરવામાં આવી નથી. એક પાયલટના પાત્રમાં રીતિકે દમદાર એક્ટિંગ કરી હતી અને બોડી પણ ઘટાડ્યું હતું. રણવીર સિંહે છેલ્લે 'ધુરંધર' ફિલ્મની સીરિઝમાં કામ કર્યું હતું.