દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
જેપી નડ્ડાનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું અરાજકતા ફેલાવવામાં માંગે છે
સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. જેની બાદ ભાજપ નેતા જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે.તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અરાજકતા ફેલાવવામાં માંગે છે.
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા
દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. આ અંગે સ્થાનિક એજન્સી અનુસાર ભૂકંપ 115 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.આ ભૂકંપના આંચકા રાજધાની બોગોટા સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.
ઝારખંડમાં JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગટેની ધરપકડ, વિદ્યાર્થી નેતાએ કહ્યું હવે સરકારે સાથે વાતચીત નહિ
ઝારખંડના રાંચીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગટેની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડીએ તેમની ચાર વખત પૂછતાછ કરી હતી.તેમજ આજે વિદ્યાર્થીઓ પર કરાયેલા લાઠીચાર્જ બાદ વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહંતોએ જણાવ્યું છે કે હવે સરકાર સાથે વાતચીત નહિ થાય સરકારે વિદ્યાર્થીઓની માંગ પર નિર્ણય લેવો પડશે
અમેરિકામાં સર્વેમાં મોટો ખુલાસો, સોશિયલ મીડિયાનો બાળકો પર દુષ્પ્રભાવ, મેટાની મુશ્કેલીઓ વધી
વિશ્વભરમાં સોશિયલ મીડિયાના વધતાં ઉપયોગ અંગે અનેક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.જેમાં અમેરિકામાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓપરેટ કરતી કંપની મેટા વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમની દલીલ છે કે સોશિયલ મીડિયા તેમના બાળકોના બંધાણી બનાવી રહ્યું છે અને તેમના વિકાસને રૂંધી રહ્યું છે. આ વિગતો એક સર્વેમાં પ્રકાશમાં આવી છે.
રાંચીમાં વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડયા
ઝારખંડમાં JPSC સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે દરમિયાન આજે રાંચીમાં વિધાનસભા માર્ચ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ બેરીકેડ તોડીને વિધાનસભા નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસે ટોળાંને વિખેરવા માટે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરીને ટીયર ગેસના સેલ છોડયા હતા.
નર્મદા ડેમની જળસપાટી વધીને 133.06 મીટરે પહોંચી
નર્મદા ડેમની જળસપાટી વધીને 133.06 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 5 સે.મી.નો વધારો થયો છે. હાલ ડેમ 81.50% ભરાયેલો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, હાલ 252 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ખેડૂતોની માંગને પગલે કેનાલમાં 5,242 ક્યુસેક પાણી છોડાયું છે.